• પુના સ્થિત વૃદ્ધાશ્રમના લાભાર્થે ખયાલ આર્ટના ઉપક્રમે 22 જુને સાંજે પ્રમુખ સ્વામી હોલમાં
  • અબતકની મુલાકાતમાં ગઝલ બહાર લાઇવ કોન્સર્ટની સાથે સહયોગ આપવા નગરજનોને આયોજકોની અપીલ
  • સૌરાષ્ટ્રના પાટનગર સંસ્કૃતિ ધામ રાજકોટમાં પહેલીવાર ભારતના ચાર દીગજ ગઝલકારો દ્વારા પ્રસ્તુત   બહાર લાઇવ કોન્સેપ્ટનો રાજકોટ વાસીઓને લાભ મળશે

અબતકની મુલાકાતે આવેલા ખયાલ આર્ટ નીતુભાઈ જીબા જયદીપભાઇ વસોયા ધર્મેશભાઈ પરસાણા અને હર્ષદભાઈ ગોહેલે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓને વિશ્વપ્રસિદ્ધ ગઝલકારોના હુન્નરના આનંદ સાથે પુનાના વૃદ્ધાશ્રમમાં ટિકિટ ખરીદી રૂપી યોગદાનનો માનવ સેવાનું પુણ્ય પણ મળશે.

રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં તા. 22 ના રોજ સાંજે 8-00 કલાકે જયદીપ વસોયા પ્રેઝન્ટ ખયાલ આર્ટના ઉપક્રમે ગઝલ બહાર કાર્યક્રમ રજૂ થનાર છે. પુના ખાતેના એસબીએમએસ વૃધ્ધાશ્રમ માટે યોજાનાર આ ચેરિટી શોમાં 1000, 700, 500 અને 300ની ડોનેશન ટિકીટ રાખવામાં આવી છે, જે આવક થશે તે આ વૃધ્ધાશ્રમને આપવામાં આવશે.

રાજકોટની સંગીતપ્રેમી જનતાને ભારતીય સંગીત પ્રત્યે લગાવ વધુ પ્રબળ બને તે હેતુથી ખયાલ આર્ટસ અવનવા સંગીત અને કલાના કાર્યક્રમો યોજે છે. ગઝલ સમ્રાટ જગજીત સિંઘે જેમાં સૌથી વધુ યોગદાન આપ્યુ છે અને અશોક ખોસલાજી સંચાલન કરી રહ્યા છે તે વૃધ્ધાશ્રમના લાભાર્થે દેશ વિદેશમાં ખોસલાજી ગઝલ બહાર નામથી લાઇવ ગઝલ કોન્સર્ટ યોજે છે. જેની આવક આ વૃધ્ધાશ્રમ માટે વપરાય છે. આમ ગઝલ બહાર કોન્સર્ટ દેશ- વિદેશમાં ખુબ જ ખ્યાતિ પામેલ છે. રાજકોટમાં અશોક ખોસલા સાથે ડો. રાધીકા ચોપરા, ઘનશ્યામ વાસવાણી અને જાઝીમ શર્મા ગઝલ, સુફી અને બોલીવુડના ગીતો અને ગઝલો પ્રસ્તુત કરશે. આ દિગ્ગજ ગાયકોની સાથે જે સંગત કરવાના છે તે પણ ભારતના ટોચના અને ખુબજ પ્રખ્યાતી મેળવેલ કલાકારો જોડાશે. જેમાં હાર્મેનિયમ ઉપર જેમણે વર્ષો સુધી જગજીતસિંઘ સાથે સંગત કરી છે તે અખલાક હુશૈન વારસી, તબલા ઉપર આશિષ જહા, સારંગી ઉપર મુરાદ અલી ખાન, ગીટાર ઉપર સુષાંત શર્મા અને કીબોર્ડ ઉપર અનિલ ધુમલ સાથ આપશે.

ખયાલ આર્ટના અગાઉના કાર્યક્રમમાં કલકત્તાનાં વાંસળીવાદક અનિર્બાન અને મૈત્રી રોયને શાસ્ત્રીય ગાયન અને ગઝલના કાર્યક્રમમાં ખાસ મુખ્ય મહેમાન તરીકે  અશોક ખોસલાજીને તે સમયે જ જયદીપભાઇએ ગઝલબહાર કાર્યક્રમ હવે પછી રાજકોટમાં યોજવાની વિનંતી કરી હતી. યોગાનુ યોગ એક નહીં અન્ય ત્રણ પ્રખ્યાત ગઝલકારોને પણ આ ગઝલ બહારમાં જોડવામાં આવ્યા અને તે સાથે દેશનાં સુખ્યાત વાધકારોને પણ આમંત્રણ આપતા તેઓએ પણ આ તારીખે  આવ્યા સંમતિ બતાવી અને આ પ્રકારનો ભારતનાં બધાજ દિગ્ગજ કલાકારોનો કાર્યક્રમ સૌપ્રથમ વખત રાજકોટમાં ખયાલ આર્ટ દ્વારા યોજાનાર છે. જેમાં ભારતના ચારેય ગઝલ સમ્રાટ ઉપરાંત હાર્મોનિયમ, તબલા, સારંગી, ગીટાર અને કીબોર્ડ ઉપર જેઓએ વિશ્વસમસ્તમાં નામના પ્રાપ્ત કરી છે તેવા કલાકારો રાજકોટનાં સંગીત પ્રેમીજનોને રસતરબોળ કરશે. આ ચેરિટી શો છે અને રાજકોટની સંગીતપ્રેમી જનતા આ વૃધ્ધાશ્રમને જરૂર મદદ કરશે તેવો અમને વિશ્ર્વાસ વ્યકત કરાયો છે.

આમ રાજકોટવાસીઓને દેશનાં ટોપમોસ્ટ ગઝલ ગાયકો સાથે સંગતકારોનો રસાનંદ માણવા મળવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા અને સંગીતપ્રેમીઓને સારી રીતે માણવા મળે તે માટે ખયાલ આર્ટ ટીમનાં રાહુલ જાદવ, હાર્દિક શિયાણી, સોહીલ લીંબાસીયા, મિતેષ સોલંકી, હિતેન ભાલારા, ધર્મેશ મોલીયા, અમીત પોપટ, નિમિષ પરીખ અને વિજય રાણીંગા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન પંકજ ઉધાસને તેમની સુપ્રસિધ્ધ ગઝલો રજૂ કરી શ્રધ્ધાંજલિ પણ અર્પવામાં આવશે, કાર્યક્રમનો લાભ લેવા ડોનેશન ટીકીટ બુકીંગ માટે આઇકોનિક, સૂર્યમુખી હનુમાન મંદિરની પાસે, નવુ ક્ધસ્ટ્રકશન ચણાય છે ત્યાં, નાના મવા રોડ રાજકોટ ખાતે 85650 41111નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.