21મીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના વરદ્ હસ્તે હવનમાં બીડુ હોમાશે

22મીએ કચ્છ મહારાજકુમાર હનુવંતસિંહજી તથા મહારાણી સાહેબા પ્રિતીદેવી દ્વારા માં આશાપુરાને જાતર ચડાવાશે

ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલે નવરાત્રીપર્વ , ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલોકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ – દેવીઓના નામરૂણ ધરી કામણગારા કચ્છની ધન્યધરા માતાના – મઢ બિરાજતા દેશદેવી માં આશાપુરાનું ભવ્ય મંદિર છે. જે 19 મી સદીનું ભવ્ય તીર્થધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે શકિત સહાર અને કલ્યાણકારી છે. માં આશાપુરાનું સ્વરૂપ અજોડ, અનોઝે, અલોકિક છે. જયા આસો નવરાત્રી તા . 14.10.2013, શનિવાર ભાદર વદ અમાસ રાત્રે 9:30 કલાકે ધટસ્થાપન થશે . આસો સુદ -1 તા .15.10.2013 રવિવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે . તા .21.10.2023 આસો સુદ -7 શનિવાર રાત્રે 7:30 કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે .

જેના અધ્યક્ષસ્થાને રાજાબાવાળી યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શરૂ થશે. હવનવિધિ ગોર મહારાજ મુળશંકર જોષી સમગ્ર પુજાદિધિ, શ્લોક શ્રુતિ પાઠ દ્વારા થશે . રાજવી પરિવારના સભ્યો માઇભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે . હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે . હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના 12:15 કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી બીડું હોમાશે . આસો સુદ આઠમ તા .22.10.2023 રવિવાર કચ્છ રાજપરિવાર તથા ભાયતો આમાંત્રિત મહેમાનોની ઉપસ્થિતમાં  રાજપરિવાર દ્વારા રાજવી કચ્છ મહારાજકુમાર હનુવંતસિંહજી તથા મહારણી સાહેબા પ્રીતીદેવી માં આશાપુરા માતાજીને જાતર (પત્રી) સવારે 09:00 કલાકે ચડાવશે.

કચ્છ ભુમિ મહિમાવંતી છે. માં આશાપુરાના ભુવા ગજુભા ચૌહાણ સેવા આપે છે . માં આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ જપ્તા અપાર શ્રધ્ધા અને વિશ્વાસ સ્નેહ સાથે પગપાળા જે હાથ લાગ્યુ તે વાહન લઇ માં આશાપુરાના દર્શન કરવા સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ , ગુજરાત , મહારાષ્ટ્ર માંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે . માં આશાપુરાના ગુણગાન ગવાશે . આ સમયે માં આશાપુરા દ્વારા ફુલ સ્વરૂપે રાજવી પરિવારને જાત્તર ( પત્રીનો પ્રસાદ આપે છે . આ રીતે કળયુગમાં પણ ચમાર ગઇ છે . જેને પત્રી પ્રસાદ કહેવાથ છે . માં આશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્વક પ્રાથના કરે છે . સમગ્ર દેશમાં વસતા માઇભકતોની રક્ષા કરશો . માં આશાપુૌની મનોકામના પૂર્ણ કરશો . કચ્છ ભુમી મૈમાંવંતી છે . અહીં જગડુશાની દાતારી , મિથા કકલની રાજભકિત શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ , લાખો ફુલાણીની વિરતા , સંત મેકરણાદાદાની માનવતા , જેસલની ભકિત , તોરલની શકિત આત્મસમર્પણ આ ધરાને અજવાળી છે . કચ્છી માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્છનું ઝમીર ખુમારવંતી પ્રજા માં આશાપુરાના દર્શન કરવા , પગપાળા , આવતા ભાવિકોની વિના મૂલ્યે વિના સંકોચે સેવાએજ ધર્મના ઉદેશની નાના મોટા કેમ્પો , સેવા કેન્દ્રો , નાતજાતના ભેદભાવ વગર 24 કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે . નવરાત્રી સમય દરમ્યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે

માતાના – મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રહેવા , જમવાની વિના મુલ્યે સગવડ પુરી પાડવામાં આવે છે .  ભાવિકો માં આશાપુરાના દિદાર કરવા ભીતરમાં ભીનાશ ભરી લાગણીના બીબાશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે માં આશાપુરાનું નામ લેતા ઉર્મિના ઉછળ માં આશાપુરાના દર્શન કરવા નવરાત્રી દરમ્યાન લાખો ભાવિકો માં આશાપુરા ધામ કચ્છ ખાતે આવે છે . સમગ્ર કચ્છ માં આશાપુસના નાદથી ગુંજી ઉઠે છે .

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.