પોલીસના કહેવાતા પેટ્રોલીંગ વચ્ચે તસ્કરો બેફામ
ઘરના તાળા તૂટેલા જોતા મકાન માલિકે ઘરને બંધ કરી તસ્કરોને પૂરી દઈ પોલીસ હવાલે કર્યા:આજે રિમાન્ડ મંગાશે
શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલીંગ વચ્ચે ચોર, લુટારાઓ બે ફામ બન્યા હોય તેમ જામનગર રોડ પર ઓરડીમાં ઘુસેલા કિશોર અને નામચીના શખસને ઘરધણીએ રંગે હાથ પકડી પોલીસ હવાલે કર્યા હતા જયારે પોપટપરા નાલા પાસેના પ્રીત નગર કો.ઓ.સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી ચોરી કરવા ઘુસેલા તસ્કરને મકાનમાં પુરી પોલીસ હવાલે કર્યો હતો જે બનાવ અંગે ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસે બાળ કિશોર સહીત ત્રિપુટીની અટકાયત કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોપટપરા નાલા પાસે રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ ભગવાનદાસ સચ્ચદેવ (ઉ.6 2) તા.8 ના રોજ તેના પત્નિ સાથે રેલનગરમાં આવેલા તેના બીજા ઘેર સત્સંગ હોય ત્યા ગયા હતા ત્યાથી રાત્રીના ઘેર આવતા તેના ઘરનુ તાળુ ટુટેલી હાલતમાં હોય અને લાઈટ પણ ચાલુ હતી જેથી બારીમાંથી તપાસ કરતા કોઈ એ અંદરથી દરવાજો બંધ કર્યો હોય તેને નજીકમાં રહેતા તેના ભત્રીજા સહીતને બોલાવી ઘરનો દરવાજો બંધ કરી જાણ કરતા પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ ચુડાસમા સહીતના સ્ટાફે મકાનમાંથી શખસને પકડી લઈ તેની અટકાયત કરી પુછતાછ કરતા તે ભાવનગરમાં રહેતો સોહીલ હનીફભાઈ કળદોરીયા હોવાનુ અને તેની તલાસી લેતા તેની પાસે થી રૂ.2800 ની રોકળ મળી આવતા તેની ધરપકડ કરી તપાસ કરતા સોહીલ તાજેતરમાં ચોરીના ગુનામાં જેલમાંથી બહાર આવ્યો હોવાનુ બહાર આવતા વધુ ચોરીના ભેદ ઉકેલવા રિમાંડની માંગણી સાથે કોર્ટ હવાલે કરાયો હતો.