• 5 અને 6 એપ્રિલે વડાપ્રધાનનો પત્ર ઘર-ઘર સુધી પહોંચાડાશે, કાર્યકર્તાઓના ઘરે ભાજપનો ધ્વજ ફરકાવાશે
  • 12 અને 13 એપ્રિલે “મારો પરિવાર મોદીનો પરિવાર” સ્ટીકર લગાવાશે: 27 અને 28 એપ્રિલ મતદાર યાદીની સમિક્ષા

રાજકોટ ન્યૂઝ : લોકસભાની આગામી ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારી આરંભી દેવામાં આવી છે. એપ્રિલ માસમાં ત્રણ ફેઝમાં ઘર-ઘર ચલો અભિયાન ચલાવાશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા ઘર ઘર ચલો અભિયાન ચલાવશે. અભિયાન 5 થી 6 એપ્રિલ, 12 થી 13 એપ્રિલ તેમજ 27 અને 28 એપ્રિલના દરમિયાન જુદા-જુદા કાર્યક્રમ યોજાશે. 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન હોવાથી સક્રિય કાર્યકર્તાઓના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવવામા આવશે. “મારો પરિવાર…મોદીનો પરિવાર” સ્ટીકર પાર્ટીના શુભેચ્છકોના ઘરે લગાડવાનો કાર્યક્રમ યોજાશે તેમજ ઉમેદવારનો પરિચય પત્રિકા બુથ સ્તરે વિતરણ કાર્યક્રમ યોજાશે.

લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતનો સંકલ્પ કાર્યકર્તાઓ સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે તે દિશામાં ગુજરાત ભાજપ દ્વારા ઘર ઘર ચલો અભિયાન શરૂ કરવામા આવ્યું છે. આ કાર્યક્રમ અંગે પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ અને ઘર ઘર ચલો અભિયાનના ઇન્ચાર્જ હિતેષભાઇ પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમા પ્રદેશ મીડિયાના સહ ક્ધવીનર ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.

હિતેષભાઇ પટેલે ઘર ઘર ચલો અભિયાન અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષમાં દેશમા વિકાસની દ્રષ્ટીએ ખૂબ આગળ વધ્યો છે તેમજ કેન્દ્ર સરકારની જનહિતના સુખાકારી માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. જેનો લાભ છેવાડાના માનવીને મળે તે દિશમા સફળ પ્રયાસ કરવામા આવ્યો છે. દેશહિતમા અનેક કામો અને સંકલ્પ પત્રમા આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે. તેના કારણે દેશમા આજે મોદી લહેર જોવા મળે છે. ભાજપના કાર્યકરો દ્વારા આગામી સમયમા ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કર્યુ છે જેમા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલા કામોની યાદી લઇ ઘર ઘર સુઘી કાર્યકર્તાઓ જશે તે માટે ઘર ઘર ચલો અભિયાન યોજવામા આવ્યું છે. આ અભિયાનમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ સક્રિય સભ્યો જોડાશે. આ અભિયાન ત્રણ ફેઝમા ચલાવવામા આવશે. જેમા પહેલુ ચરણ 5 થી 6 એપ્રિલ, બીજુ ચરણ 12 થી 13 એપ્રિલ તેમજ અંતિમ ચરણ 27 અને 28 એપ્રિલ ના રોજ યોજાશે.

ઘર ઘર ચલો સંપર્ક અભિયાનના પહેલા ફેઝ 5 થી 6 એપ્રિલે યોજાશે. જેમા પાંચમી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને સંબોધતો પત્ર ઘરે ઘરે પહોંચાડવામા આવશે તેમજ 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન હોવાથી સક્રિય કાર્યકર્તાઓના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવવામા આવશે. અભિયાનના બીજા ચરણ 12 અને 13 એપ્રિલના રોજ જેમા પાર્ટીનુ સ્લોગન “મારો પરિવાર…મોદીનો પરિવાર” સ્ટીકર પાર્ટીના શુભેચ્છકોના ઘરે લગાડવાનો કાર્યક્રમ યોજાશે તેમજ 13 એપ્રિલના રોજ ઉમેદવારનો પરિચય પત્રિકા બુથ સ્તરે વિતરણ કરવામા આવશે. અભિયાનના ત્રીજા અને અંતિમ ચરણ 27 અને 28 એપ્રિલના રોજ મતદારયાદીની સમિક્ષા, બુથમાં જ્ઞાતિસહ બેઠક યોજાશે તેમજ બુથ એજેન્ટની નિમણુંક કરી તેમની સાથે બેઠકનું આયોજન કરવામા આવશે તેમજ મતદાન વધે તે માટે ભાજપના કાર્યકર્તાઓ પ્રયાસ કરશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.