આ પ્રસંગે અભિષેક, પુજન, પાલખી યાત્રા, વન વિચરણના પાઠ, અને એકાદશી જાગરણ કરી હ્રદયના ભાવ પ્રગટ કરાયા
સુરતના વેડરોડ ગુરુકુળ ખાતે ભકિતનંદન ઘનશ્યામ મહારાજ સુવર્ણ કાંતિસમ નૂતન સિંહાસનમાં બિરાજમાન થતાં ભકતોએ ધુન પ્રાર્થના કિર્તન કરેલ. આ પ્રસંગે ભગવાનનો ષોડશોપચારે અભિષેક તથા પુજન કરવામાં આવેલ. પૂજારીશ્રી વિવેક સ્વામી તથા સાગર ભગતે શ્વેત વૈકુંઠ સ્વામી, દિવ્યસ્વામી, પ્રભુસ્વામી, વિશ્વ સ્વરુપ સ્વામી આદિ સંતો પાસે પુજન તથા પંચામૃત, ફળોના રસ, ફૂલ પાંખડી તથા મોતીથી ભકિતનંદન ઘનશ્યામ મહારાજનો અભિષેક કરાવેલ.
અભિષેક તથા સુવર્ણ ક્રાંતિસમ નૂતન સિંહાસનના દાતા યજમાનોને પ્રમુખ સ્વામીએ પુષ્ટહાર તથા તુલસીની કંઠી પહેરાવી આશીર્વાદ પાઠવેલ. વહેલી સવારે પ્રારંભે ગણપતિ તથા લક્ષ્મીપુજનનો લાભ કોઠારી શ્રી હરિનંદનદાસજી સ્વામી સાથે યજમાનોએ લીધેલ. પૂજન અભિષેક બાદ મહાનિરાજન આરતીનો સૌ ભાવિકો લાભ લઇ ધન્ય બનેલ.
કામિકા એકાદશી રવિવારના દિવસે બપોરે ૩.૩૦ થી ૫.૩૦ દરમ્યાન ધર્મનંદન ઘનશ્યામ મહારાજને વર્ણીવેશ ધારણ કરાવવામાં આવેલ. તથા ભકતસિંતા મણી ગ્રંથમાંથી નીલકંઠ વર્ણીના વનવિચરલના શાંતિ પાઠના પ્રકરણના ગાન સાથે વિશ્વવંદન સ્વામી, ગુણાદર્શન સ્વામી કીર્તનસ્વામી તેમજ સુજ્ઞ સ્વામી વગેરે સંતોએ તુલસીદલ તથા ગુલાબની પાંખડીઓથી બે કલાક પુજન કરેલ. યુવાનો તથા સંતોએ એ સાથે કરતાલ નૃત્ય દ્વારા પોતાના હ્રદયની ભાવ ભકિત ભગવાનને અર્પેલ
સાંજે ૬ કલાકે હરિકૃષ્ણ મહારાજ પાલખીમાં બિરાજી વરસાદી માહોલ વચ્ચે બેન્ડ વાજા સાથે નારાયણ મુનિ સોસાયટીમાં રવજીભાઇ લાખાણી શિયાનગર વાળાને ત્યાં પધારેલ. સંઘ્યા આરતી, સ્તુતિ પ્રાર્થના ને રાત્રે સંતો હરિભકતોએ એકાદશીનું જાગરણ કરી પ્રભુને રીઝવેલ.