- જીજી હોસ્પિટલના પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝરનો એક દિવસનો પગાર કપાયો છે
જામનગર ન્યૂઝ : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આંટાફેરાનો વિડીયો વાયરલ થયા પછી જી.જી. હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસ કરાયા પછી કસૂરવાર એવા પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝરના એક દિવસના પગાર કપાયો છે. શ્વાન દ્વારા લોહી વાળો ગાભો લઈ જવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટર માંથી શ્વાન ના આંટાફેરા નો વિડીયો વાયરલ થયો હતો, જેના હોસ્પિટલ ના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
જી.જી. હોસ્પિટલના સુપ્રી. ડો. દીપક તીવારી સમક્ષ આ મામલો પહોંચ્યો હોવાથી તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશો કર્યા હતા, અને આ પ્રકરણમાં જી.જી. હોસ્પિટલના પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝર ની બેદરકારી સામે આવી હતી, અને તેઓ કસુરવાર જણાઇ આવ્યા હતા. જેથી ઉપરોક્ત સાતેયનો એક દિવસનો પગાર કટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સમગ્ર પ્રકરણમાં તપાસ દરમિયાન ઓપરેશન થિયેટર માંથી શ્વાન લોહી વાળો ગાભો લઈને બહાર નીકળ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.
ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટર સુધી શ્વાન પહોંચી ગયો હોવાની ગંભીર બેદરકારીને લઈને આ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓની બેદરકારી સામે આવશે, તેઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.
સાગર સંઘાણી