હોસ્૫િટલ દ્વારા પ્રેરણાત્મક પહેલ દંડનો નિયમ બનાવ્યા બાદ તેની ચૂસ્ત અમલવારી

જી.જી.માં ૨૦૦ વ્યસનીએ ભર્યો ૨૦,૦૦૦નો દંડ

સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની જામનગરની જી જી હોસ્પીટલમાં સ્વચ્છતા જાળવવા બાબતે તંત્ર દ્વારા કડક અમલવારી શરૂ કરવામાં આવી છે.હોસ્પીટલ પ્રયાંગણમાં દર્દિ સાથે આવેલા સગા સબંધી જો,પાન મસાલા કે સિગારેટ બિડીનું સેવન કરતા ઝડપાશો તો ધી સીગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ના નિયમ મુજબ દંડ ચૂકવવો પડશે.હોસ્પિટલમાં રહેલ સિક્યુરિટી ગાર્ડ અને એક્સ-આર્મીમેનને દંડ વસુલવાની સતા પણ આપવામાં આવી છે.જે નિયમ ભંગ કરનારા લોકોને દંડ ફટકારશે.

જી જી હોસ્પીટલમાં દર્દિઓ સાથે આવતા સગા સબંધીઓ મનફાવે ત્યાં બિડી સિગારેટ અને પાન મસાલાનું સેવન કરી ધુકતા હોય છે.પરિણામે હોસ્પીટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે.હોસ્પીટલ તંત્ર દ્વારા હોસ્પીટલમાં ગંદકી ન થાય તેમજ સ્વચ્છતા અભિયાનની કડક અમલવારી થાય તે માટે કડક કાયદો અમલમાં મુક્યો છે.જેમાં ધી સીગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ના નિયમ મુજબ જે વ્યક્તિ પાન-મસાલા કે બિડી-સીગારેટનું સેવન કરતા ઝડપાશે તેની પાસેથી રૂ.૫૦ થી લઇ રૂ.૨૦૦ સુધીનો દંડ વસુલવામાં આવશે.એક મહિનાથી આ નિયમનો હોસ્પીટલમાં કડક અમલ થઇ ચુક્યો છે.અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ જેટલા લોકો પાસેથી તંત્ર દ્વારા અંદાજીત રૂ.૨૦૦૦૦ જેટલો દંડ પણ વસુલવામાં આવ્યો છે.

હોસ્૫િટલની વહીવટી શાખામાં દંડ જમા થશે

સીકયુરીટી સુપરવાઇઝર અન્સારી સમએર અલીએ જણાવ્યું હતું હોસ્પીટલમાં જે વ્યક્તિ આ નિયમનનો ભંગ કરે તો તેની પાસેથી હોસ્પીટલ સિક્યુરિટી ગાર્ડ અને એક્સ આર્મીમેન દંડ વસુલ કરી રહ્યા છે.અત્યાર સુધીમાં અંદાજીત વીસ હજાર રૂપિયાનો દંડ વસુલાયો છે.જે દંડ વસુલવામાં આવે છે તેની રકમ હોસ્પીટલના વહીવટી શાખામાં જમા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.