જામનગરની જી.જી.હોસ્પિટલમાં બીજા માળે આવેલા ઓર્થોપેડીક વિભાગના ઓપરેશન થિયેટરમાં ગુરૂવારે રાત્રીના ૧૨.૪૫ વાગ્યાની આસપાસ શોક સર્કીટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. ઓપરેશન થિયેટરમાં આગના કારણે ફરજ પરના સ્ટાફમાં અફડા તફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીની મિનીટોમાં ફાયર એકસ્ટીગ્યુશરથી આગ બુઝાવતા મોટી દુઘર્ટના ટળી હતી. ઓપરેશન થિયેટરમાં મોડી રાત્રીના આગ લાગતા જાનહાનિ ટળી હતી.
જી.જી.હોસ્પિટલમાં બીજા માળે આવેલા ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરની છતમાં લાગેલી ચોરસ લાઇટમાં શોક સર્કીટ થતાં આગ લાગ્યાનું ખૂલ્યું છે. આગ લાગતા લાઇટ નીચે પડી ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ વીજપુરવઠો બંધ કરાવી આગ ઓલવી હતી.
જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ ભભૂક્યા બાદ ફાયર સ્ટાફે દોડી જઇ આગ બુઝાવી હતી. જ્યારે હોસ્પિટલમાં લગાવાયેલા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરાયો ન હતો.