હાલમાં એક લાખ નિષ્ણાંતોની માંગ સામે માત્ર ચોથા ભાગના સાયબર નિષ્ણાંતો ઉપલબ્ધ હોય ઉજજવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને વિશાળ તકો
વિશ્ર્વની પથમ ફોરેન્સીક યુનિવર્સિટી રંગ લાવે છે
વિશ્ર્વની સૌ પ્રથમ ફોરેન્સીક યુનિવર્સિટી એવી ગુજરાત ફોરેન્સીક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હવે દરેક વ્યવસાયી ક્ષેત્રોમાં ભારે માંગ નીકળી છે. તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા યોજાયેલા જોબ પ્લેસમેન્ટમાં સાયબર સીકયુરીટી અને ડીજીટલ ફોરેન્સીકનો માસ્ટર ડીગ્રી મેળવનારા વિઘાર્થીઓને વાર્ષિક ૧૧ લાખ રૂ.ની નોકરીની ઓફર કરી છે. જેની હવે મોટી કોર્પોરેટ કંપનીઓની સાથે મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી કંપનીઓમાં પણ સાયબર સિકયુરીટીના વિઘાર્થીઓ માટે વિશાળ તકો ઉભી થઇ હોવાનું યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું.
યુનિવર્સિટીમાં યોજાયેલા જોબ પ્લેસમેન્ટમાં ચાલુ વર્ષે કોર્પોરેટ કંપનીઓની સાથે મોટી મેનેજમેન્ટ કંપનીઓ ઇટનેસ્ટ એન્ડ યંગ, પીડબલ્યસી અને ડેલોઇટ વગેરેએ ભાગ લઇને સાયબર સીકયુરીટી અને ડીજીટલ ફોરેન્સીક નો માસ્ટર ડીગ્રીનો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિઘાર્થીઓની પસંદગી કરી હતી. ઉપરાંત વિશાળ કોર્પોરેટ કંપનીએ ઇકવલ કોમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી., સાઇયોન્સીપ, રિલાયન્સ જીઓ, એલએન્ડટી ઇન્ફોટેક, કોલગેટ ગ્લોબલ બિઝનેસ ગ્રુપ, એકસીસ બેંક, એચડીએફસી બેંક સહીતે આ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જીએફએસયુના ડીરેટકર જનરલ ડો. જે.એમ. વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, ડીજીટલાઇઝેશનના વધતા પ્રમાણ અને દુનિયા સાથે જોડાઇ રહેવા માટે દરેક કંપનીઓમાં સાયબર સીકયુરીટી નિષ્ણાંતોની ભારે માંગ ઉભી થવા પામી છે. છેલ્લા થોડા વર્ષોથી વિવિધ વ્યવસાય જુથની કંપનીઓમાં પણ અમારા વિઘાર્થીઓને નોકરીની ઓફર થઇ છે. હવે વૈશ્ર્વિક મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ કંપનીઓ પણ સાયબર સીકયુરીટી એકસપર્ટો રાખવા લાગ્યા છે જેથી, અમારા વિઘાર્થીઓ માટે વધુ એક નવા ક્ષેત્રમાં નોકરીની તકો ઉભી થવા પામી છે.
ડેલોઇટ કંપનીમાં પસંદગી પામેલી અમી પોકાલે નામની વિઘાર્થીનીએ જણાવ્યું હતું કે કંપનીઓના ડેટામાં થતી ઘુસપેંઠનું નીરીક્ષણ કરવા અને સાયબર ઓડીટ કરવા માટે મને તક મળી છે. આ મારા રસનો વિષય છે. અને જેમાં હું મારી જાતને સતત અપડેટ રાખની રહીશ જયારે ઇ એન્ડ વાય કંપનીમાં નોકરી મેળવનારા પ્રણવ પનાતએ જણાવ્યું હતું કે જેનો વિઘાર્થીકાળથી આવો કોર્ષમાં કરવામાં રસ હતો. આ કોર્ષ દ્વારા મે બેન્કો અને નાણાંકીય રોગોમાં થતાં મોટા હેકીંગને પકડી પાડવામાં મેં વિશિષ્ટતા હાંસલ કરી છે હાલમાં આવા નિષ્ણાંતોની ૧ લાખ જેટલી જરુરીયાત સામે ચોથા ભાગના નિષ્ણાંતો પણ ઉપલબ્ધ નથી. આગામી વર્ષોમાં આ ક્ષેત્રમાં કેરીયઅ બનાવવાની વિશાળ તકો નિર્માણ થવા પામશે.