ટી-20માંથી સુકાનીપદ છોડી પોતાના બેટિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે કોહલી, સાથે ટેસ્ટ મેચમાં પણ પોતાનો રેકોર્ડ સુધારશે

 

અબતક, નવીદિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ટી20 વિશ્વકપ બાદ  સુકાની પદ છોડવાનો નિર્ણય લીધેલો છે સાથોસાથ આઇપીએલ માંથી પણ તેઓ આરસીબી નું સુકાનીપદ નહીં સંભાળે જેનું મુખ્ય કારણ એ છે કે કોઈએ પોતાનો કેસ રેકોર્ડ સારો કરવા અને તેને વધુ પ્રભાવ શાળી બનાવવા માટે બેટિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેના કારણે કોહલી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિરાટ કોહલી ઉપર સુકાનીપદ ની સાથો સાથ બેટિંગ સારી કરવાનો પણ ભાગ રહેતો હતો ત્યારે વિરાટના આંકડા ઉપર નજર કેન્દ્રીત કરવામાં આવે તો શુ કામની કરી છે તેને 45 મેચ રમ્યા છે જેમાં 27 મેચમાં વિરાટે ટીમને જીત અપાવી છે અને 14 મેચમાં ટીમનો પરાજય થયો છે ત્યારે બે મેચ ટાઇ અને બે મેચ ના રિઝલ્ટ આવ્યા નથી. ટી-20માં વિરાટના જીતની ટકાવારી  ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તે ટકાવારી 60% ને ઉપર છે જે સારી કહી શકાય પરંતુ તે ફોર્મેટમાં માટે જે રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને જે પ્રકારે બેટિંગ થવી જોઈએ તેમાં તે નિષ્ફળ થયો હતો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં પણ વિરાટ કોહલી નું બેટિંગ પ્રદર્શન નહીં વાત રહ્યું હતું જેને સુધારવા માટે હવે તે ટી20 નું સુકાની પદ છોડી રહ્યો છે.

બીજી તરફ વિરાટનો લક્ષ્ય એ છે કે તે ફરી રન મશીન તરીકે પોતાની છબી પ્રસ્થાપિત કરે સુકાની બન્યા બાદ તેને પોતાની જીવનશૈલી ટ્રેનિંગ પદ્ધતિ માં ઘણો ફેર પાસ કર્યો હતો જેનું જેની સીધી જ અસર તેના ક્રિકેટ ઉપર પણ જોવા મળી હતી છેલ્લી 53 ઇનિંગમાં વિરાટ દ્વારા એક પણ આંતરરાષ્ટ્રીય સતત પડકારવામાં આવ્યું નથી ત્યારે પોતાની બેસ્ટ બેસ્ટમેન તરીકેની છબી પ્રસ્થાપિત કરવા માટે તે હવે ટી20 ના સુકાની પદ તરફથી રાજીનામું આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.