જનનીની જોડ સખી નહીં મળે રે લોલ…ની કાવ્ય પંક્તિમાં જનનીની જગ્યાએ ‘જનીન’ લગાવીને વાંચો તો પણ એક સત્ય કથન જ સામે આવે, જેવી રીતે વ્યક્તિના ચહેરા અને ફિંગરપ્રિન્ટ સરખા હોતા નથી તેવી જ રીતે શરીરના ડીએનએ સંકલીત જનીન પણ વિવિધતા અને સમાન્તાથી તદન અલગ હોય છે. છેલ્લા 20 વર્ષથી આધુનિક મેડિકલ સાયન્સ દ્વારા ડીએનએની ગોઠવણ અને જનીનની તબક્કાવાર ગોઠવણને ઉકેલવામાં જે પ્રયત્નો હાથ ધર્યા છે તેમાં તબક્કાવાર સફળતા મળતી જાય છે. વૈજ્ઞાનિકોએ હવે માનવ જનીનના ગોઠવણની સિક્વન્સ 100 ટકા ઉકેલી લીધી હોવાનો દાવો કર્યો છે.
જનીન આધાર કોયડો ‘ડીએનએ’ની ગોઠવણનો કોયડો ઉકેલાઈ જતાં શકય છે કે, કેન્સર, ડાયાબિટીસ જેવા લાઈલાજ રોગ અટકાવી શકાશે
આધુનિક વિજ્ઞાનમાં ડીએનએ આધારિત જનીન વિદ્યાના ઉકેલ માટે જે વર્ષોેથી પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તે આપણા પ્રાચીન વૈદ્યશાસ્ત્રોમાં સદીઓ પહેલા ઓળખાઈને તેના આધારે રોગના નિવારણની પ્રથા છે પરંતુ તેને આપણે ભુલી ચુક્યા છીએ. આધુનિક યુગમાં એવું સાબીત થયું છે કે, શરીરના ડીએનએને સાચવી રાખવામાં આવે તો તે ભવિષ્યમાં અનેક લાઈલાજ બિમારીઓ માટે અસરકારક પુરવાર થાય છે. હવે લેબોરેટરીમાં ડીએનએ સાચવવાની સગવડ અને ડીએનએ બેંક જેવી વ્યવસ્થા ઉભી થઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ત્યાં પરંપરાગત દાયણ દ્વારા કરવામાં આવતી સુવાવડ, પ્રસૃતિ વખતે જનમનાર નવજાત બાળકની ‘નાડ’ સાચવવાની પદ્ધતિ હતી. દેશી ઓસડીયામાં પલાળીને વર્ષો સુધી નાડ સાચવવામાં આવતી હતી જે ડીએનએના નમુના તરીકે સચવાતી હતી.
2001માં સેલેરા જેનોમીક એન્ડ ઈન્ટરનેશનલ હ્યુમન જીનોમ સિક્વન્સ દ્વારા પ્રથમવાર જનીનની ગોઠવણનો અભ્યાસ લેખ પ્રસ્તુત કર્યો હતો જેનાથી જીવવિજ્ઞાનને અભ્યાસનો એક નવો દરવાજો ખુલ્યો હતો. જો કે, શરૂઆતમાં માત્ર 15 ટકા જેટલી જ જનીન સિકવન્સ ઉકેલવામાં આવી હતી. ત્યારબાદ 2013માં વધુ 8 ટકા ગોઠવણ ઉકેલી શકાય. ટી ટુ ટી ટેલોમેરે પદ્ધતિથી જનીનની ગોઠવણનો અભ્યાસ ચાલુ હતો.
માનવ જનીનની ગોઠવણમાં ડીએનએથી ડીએનએના ગોઠવણની મુળભૂત 4 ભાષાઓના કોડ અને રાસાયણીક વ્યવસ્થા ઓળખાઈ હતી અને આ ઓળખાયેલી વ્યવસ્થાને શબ્દાર્થ ગોઠવીને સમગ્ર જનીન વ્યવસ્થાને એક પુસ્તકના રૂપમાં ઉકેલવાના એક પ્રયાસમાં 30 લાખ જેટલા શબ્દોનું સર્જન થયું છે. 22 અધ્યાયમાં કરવામાં આવેલા અભ્યાસમાં 8 ટકા જેટલા પ્રકરણો પુરા ગોઠવાયા ન હતા અને તે ક્યાંક લુપ્ત થઈ ગયા હતા તેને ઉંડાણપૂર્વક ઉકેલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વૈજ્ઞાનિકોએ હવે સંપૂર્ણપણે 100 ટકા જનીન વ્યવસ્થા ઉકેલી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કેન્સર, ડાયાબિટીસ સહિતના અનેક રોગો પર ડીએનએ વ્યવસ્થાના ઉકેલથી ઈલાજ શક્ય બને તેમ છે. અત્યાર સુધી ડીએનએની વ્યવસ્થા સંપૂર્ણપણે ઉકેલાઈ ન હોવાથી ઘણા રોગો પૂર્વ ધારણાના આધારે સારવાર થઈ રહી છે. હવે જનીન આધારિત કોયડો ઉકેલાઈ જતાં કેન્સર, ડાયાબિટીસ જેવા લાઈલાજ રોગો અટકાવવા શક્ય બનશે.
ભારતમાં દેશી રીતે જનીન આધારિત જ્ઞાનનો પુરાવો એટલે નવજાત બાળકની નાડ સાચવવાનો રિવાજ
ભારતના ઋષિ મુનીઓ અને પ્રાચીન વૈદ્યોએ માનવ શરીરની રચના અને ઔષધ, ઉપચારમાં દાયકાઓ નહીં પરંતુ સદીઓ પહેલા જનીન આધારિત ઉપચાર વ્યવસ્થા ઉકેલી લીધી હતી. આધુનિક યુગમાં હવે ડીએનએ બેંક અને ડીએનએ સાચવીને ભવિષ્યના રોગમાં તેનો ઉપયોગ કરી શકાય તેવી થીયરી અમલમાં આવી છે. પરંતુ ભારતીય સામાજીક વ્યવસ્થામાં જ્યારે પ્રસુતિઓ દાયણ પાસે કરાવવામાં આવતી હતી ત્યારે માતાના ગર્ભનાડ સાથે જોડાયેલી નવજાત બાળકની ‘નાડ’ને કાયમી ધોરણે સાચવી રાખવામાં આવતી હતી. આ નાડ સાચવવી એટલે બાળકના ડીએનએ સેમ્પલની જાળવણી…!