ભાવ અંકુશમાં રહે તે માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવા સ્ટીલ કંપનીની જીએસટી વિભાગ સમક્ષ માંગ
અબતક, નવી દિલ્હી : વણનોંધાયેલા ભંગારમાં ઇનપુટ ક્રેડિટ મળશે તો સ્ટીલ ઉપર જીએસટીનું ભારણ ઘટશે. તેવો મુદ્દો રાખીને સ્ટીલ કંપનીઓએ જીએસટી વિભાગ સમક્ષ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવા માંગ કરી છે. સાથે એવું પણ જણાવાયું છે કે ભંગારની વસ્તુ પણ જ્યારે નવી હશે ત્યારે તેની ઉપર ટેક્સ તો ભરાયો જ હશે. માટે આ લાભ આપવામાં આવે.
ઓલ ઇન્ડિયા ઇડક્શન ફ્રનેસિસ એસોસિએશન દેશના સ્ટીલ ઉત્પાદનમાં 35 ટકાનો હિસ્સો ધરાવે છે. તેઓએ ફાયનાન્સ મિનિસ્ટરને ટેક્સના માળખાઅંગે રજુઆત કરી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે સ્ટીલનો જે સ્ક્રેપ છે.તેની ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવે. તેઓએ વિસ્તૃતમાં જણાવ્યું છે કે સ્ટીલનો સ્ક્રેપ જ્યારે મેન્યુફેક્ચર થયો હશે ત્યારે તેના ઉપર ટેક્સ લાગ્યો જ હશે.
તે બાબતને ધ્યાને રાખીને તેના ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવે. જો સરકાર દ્વારા સ્ક્રેપ ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવશે. તો સ્ટીલના ભાવ પણ અંકુશમાં આવી શકશે. હાલ જીએસટીના ભારણને કારણે સ્ટીલના ભાવમાં ઉછાળો જોવા મળે છે. પણ સરકારના હકારાત્મક વલણ રાખે તો સ્ટીલના ભાવમાં લોકોને રાહત મળી શકે છે.