વિટામિન બી-12 માનવ શરીરમાં અત્યંત જરૂરી પરિબળ છે. જે શરીરની અનેક પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. રક્તકણોના પ્રોડક્શનમાં વિટામિન બી-12 અત્યંત જરૂરી પરિબળ છે. ઉપરાંત તંદુરસ્ત ચેતાતંત્ર માટે પણ વિટામિન બી-12 એટલું જ જરૂરી છે. મહત્વની વાત એ છે કે, માનવ શરીર જાતે વિટામિન બી-12 બનાવી શકતું નથી માટે શરીરને બહારથી વિટામિન બી-12 આપવું પડે છે.

ચાલવામાં મુશ્કેલી, શરીરનું સંતુલન જાળવવામાં અસમર્થતતા,દ્રષ્ટિની તકલીફ વિટામિન બી-12ની ખામીના લક્ષણો

ઘણીવાર તંદુરસ્ત માનવ શરીર માટે વિટામિન બી-12નું લેવલ કેટલું હોવું જોઈએ તે બાબતે પણ જાગૃતતાનો અભાવ જોવા મળે છે. ખરેખર માનવ શરીરમાં 300 પીકોગ્રામ પર મિલિલીટર(પીજી/એમએલ) સામાન્ય ગણવામાં આવે છે. જો આ સ્તર 200એ પહોંચી જાય તો તેને ખામી ગણવામાં આવે છે. હવે શરીરમાં વિટામિન બી-12ની ખામી છે કે કેમ તે ઓળખવાના લક્ષણો નીચે મુજબ છે.જો તમને કારણ વિનાનો થાક કે અશક્તિ લાગતી હોય તો તે વિટામિન બી-12ની ખામી હોઈ શકે છે. અફદી એટલે થાય છે કારણ કે, વિટામિન બી-12 રક્તકણ બનાવવા માટે અત્યંત જરૂરી છે પણ બી-12ની ખામીને લીધે રક્તકણનું ઉત્પાદન થઇ શકતું નથી પરિણામે શરીરમાં થાક અને અશક્તિનો અનુભવ થાય છે.જો તમે ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોય, યાદશક્તિની તકલીફો અનુભવતા હોય તો તે પણ વિટામિન બી-12ની ખામી હોઈ શકે છે.

ચેતાતંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે પણ વિટામિન બી-12 અત્યંત જરૂરી છે.જો તમે કારણ વિનાની કળતર અને નિષ્ક્રિયતા અનુભવતા હોય તો પણ તે વિટામિન બી-12ની જ ખામી હોઈ શકે છે. ઉપરાંત આંખની સમસ્યા, મોઢામાં ચાંદા પડવા, ચાલવામાં મુશ્કેલી થવી, શરીરનું સંતુલન જાળવવામાં અસમર્થતતા અને ત્વચા નિષતેજ થવા સહિતના લક્ષણો પણ વિટામિન બી-12ની ખામીના જ છે. તો તમે જો આવી કોઈ પણ તકલીફ અનુભવતા હોય તો તાત્કાલિક વિટામિન બી-12 ચેક કરાવી લેજો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.