વર્ષોથી જૂની જાણીતી બ્રાન્ડ LGએ તેનો ફ્લેગશીપ સ્માર્ટફોન LG G6ને ભારતમાં એપ્રિલ માસમાં મહિનામાં લોન્ચ કર્યો હતો. લોન્ચિંગ વખતે આ ફોનની કિંમત 51,900 રૂ. જેટલી વધારે હતી પણ હવે કંપનીએ એની કિંમતમાં સારો એવો ઘટાડો કર્યો છે. આઇસ પ્લેટિનમ અને એસ્ટ્રો બ્લેક કલરમાં મળતો હવે ફોન એમેઝોન ઇન્ડિયા પર 9,000 રૂ.ના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. આ સિવાય સ્પેશિયલ ઓફર હેઠળ ક્રેડિટ કાર્ડના માધ્યમથી EMI પર LG G6ની ખરીદી પર એમેઝોન પે બેલેન્સ તરીકે વ્યાજ પાછું મળે છે. આ સિવાય બજાજ ફાઈનાન્સ કાર્ડ પર નો કોસ્ટ EMIની ઓફર છે તો અન્ય ઓફર હેઠળ જિયો 100 GB વધારાનો 4G ડેટા આપી રહ્યું છે.
શું છે ફોનની ખાસિયતો
- આ ફોન એન્ડ્રોઈડ 0 નૂગા પર ચાલે છે.
- તેમાં 7 ઈંચનો ક્વોડ-એચડી પ્લસ (2880 x 1440 પિક્સેલ) ફુલવિઝન ડિસપ્લે છે.
- હેંડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસરનો ઉપયોગ કરાયો છે.
- આ ફોનમાં 4 GB એલપીડીડીઆર4 RAM પણ છે.
- ભારતમાં માત્ર 64 GB સ્ટોરેજ વેરિયંટ જ રજૂ કરાયો છે.
- હેંડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. એક કેમેરા 13 MPના વાઈડ સેંસર સાથે આવે છે.
- આ સ્માર્ટફોનની બેટરી 3300 mAhની છે.