ગ્લોબલ સમિટ માટે ઉદ્યોગપતિઓ સાથે દિલ્હીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની બેઠક
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે નવીદિલ્હીની હોટલ તાજ પેલેસમાં સવારે ૯ થી ૧ દરમ્યાન ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો-અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-૨૦૧૯ સંદર્ભે બેઠકો યોજી હતી.
વાયબ્રન્ટ ગ્લોબલ સમ્મિટ ૨૦૧૯ ની પૂર્વ તૈયારી રૂપે નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકો યોજી હતી.
વિજયભાઈ રૂપાણી આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ ગુજરાતની વૈશ્વીક ફલક પર વિકસી રહેલી બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશનની પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક કરી હતી.
મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવીદિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ શુક્રવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૧૯ વિષયક પ્રસ્તુત કર્ટન રેઈઝર તહેત કર્યુ હતું.
આ બેઠકમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો, મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ.કે.દાસ, સચિવ અશ્વીનીકુમાર, ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.