સનરૂફ જેવા ફીચર્સ સાથે બજેટ કિંમતે મળતી કાર કઈ કઈ છે???
જો તમે તમારા માટે હેચબેક અથવા SUV ખરીદવા જઈ રહ્યા છો તો કાર ઉત્પાદકો હવે ઓછી કિંમતની કાર અને SUVમાં પણ ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત તમારે કારમાં સનરૂફ જેવા ફીચરની પણ જરૂર છે. તો ક્યો વિકલ્પ પસંદ કરશો??
I-20
i-20 હ્યુન્ડાઇ દ્વારા પ્રીમિયમ હેચબેક તરીકે ઓફર કરવામાં આવે છે. કંપની આ કારમાં સનરૂફની સુવિધા આપે છે. આ હેચબેક કારના ટોપ વેરિઅન્ટ Astaમાં આ ફીચર આપવામાં આવ્યું છે. આ સાથે કંપની દ્વારા આ કારમાં ઘણા ઉત્તમ ફીચર્સ અને સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
ટાટા અલ્ટ્રોઝ
Altroz ને Tata દ્વારા પ્રીમિયમ હેચબેક તરીકે પણ ઓફર કરવામાં આવે છે. કંપની આ કારમાં સનરૂફ જેવા ફીચર્સ પણ આપે છે. આ કારમાં મજબૂત બોડી, સેફ્ટી ફીચર્સ, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફીચર્સ તેમજ સનરૂફ છે. કંપનીએ આ કારના CNG વેરિઅન્ટમાં પણ આ ફીચર આપ્યું છે.
હ્યુન્ડાઇ એક્સેટર
Exeter ને Hyundai દ્વારા સબ ફોર મીટર SUV તરીકે રજૂ કરવામાં આવી છે. આ નાની SUVમાં ઘણા શાનદાર ફીચર્સ સાથે સનરૂફ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીએ આ SUVને ભારતીય બજારમાં જુલાઈ 2023 દરમિયાન જ લોન્ચ કરી છે.
કિયા સોનેટ
Kia’s Sonet પણ ભારતીય બજારમાં સબ ફોર મીટર SUV તરીકે ઓફર કરવામાં આવે છે. આ નાની SUVમાં સનરૂફ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. સોનેટનું HTK Plus Turbo iMT વેરિઅન્ટ આ સુવિધા સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય આ ફીચર તેના HTX અને GTX વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.