આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 30 જૂન સુધી તમારે ઘણા જરૂરી કામ પતાવવાના છે. આ મહિને આધાર-પાન લિંક અને ડિમેટ અકાઉન્ટનું KYC નહીં કરાવો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આધાર કાર્ડ-પાન કાર્ડ લિંક કરાવવું
જો તમે હજી સુધી તમારા આધાર કાર્ડને PAN (પરમેન્ટ એકાઉન્ટ નંબર) સાથે લિંક નથી કરાવ્યું તો જલ્દીથી કરાવી લો. જો તમે 30 જૂન કે તેના પહેલાં તમારા પાનને આધાર સાથે લિંક કરાવો છો, તો તમારે 500 રૂપિયા ફી આપવી પડશે. તેમજ 1 જુલાઈ અથવા તેના પછી પાન-આધાર લિંક કરાવવા પર તમારે 1,000 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.
ડિમેટ એકાઉન્ટ હોય તો KYC કરાવવું
જો તમારું ડિમેટ અકાઉન્ટ છે તો તમારે 30 જૂન સુધી તેનું KYC કરાવવું પડશે. જો KYC નહીં હોય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. તેનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો આ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC કરાવ્યા પછી અને વેરિફાઈ થયા પછી જ તે થઈ શકશે અને નહીં કરો તો ટ્રાંજેકશન અટકી જશે
રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું
જો તમે રાશન કાર્ડ દ્વારા સરકારી યોજનાઓ અંતર્ગત ઓછા ભાવે રાશન લો છો તો વહેલી તકે તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક કરાવી લો. રાશન કાર્ડ દ્વારા યોગ્ય લોકોને યોજનાનો લાભ મળે એટલા માટે સરકારે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું જરૂરી બનાવ્યું છે.
રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાથી સરકાર ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજનાને યોગ્ય રીતે લાગુ કરવા માગે છે. તેની સાથે છેતરપિંડી પર પણ અંકુશ આવશે અને જે લોકો હકદાર હશે તેમને જ લાભ મળશે