વિશ્વભરમાં વસતા લેઉવા અને કડવા પટેલ માટે હેમુગઢવી હોલ ખાતે પસંદગી મેળાનું આયોજન
ભારતભરમાં ફકત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી લેઉવા પટેલ અને કડવા પટેલના લગ્ન ઇચ્છુક યુવક અને યુવતિઓ માટે પરંપરાગત પઘ્ધતિ મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન મેરેજબ્યુો યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ચાલે છે. જે અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી હોલ માં કાલે સવારે ૭.૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી હેમુ ગઢવી મેઇન હોલ રાજકોટ ખાતે તદ્દન નિ:શુલ્ક જીવન સાથે મેળો યોજાશે. જેમાં સંસ્થા દ્વારા જેમને બોલાવવામાં આવે તેઓએ હાજરી આપની રહેશે. આ મેરેજ બ્યુરોમાં દિકરા કે દીકરીઓના બાયોડેટા ગુપ્ત રાખવામાં આવે છે. જે પ્રથમ દીકરીયોને બાયોડેટા બતાવવામાં આવે છે. તેની સંમતી બાદ દીકરાની સંમતી સંસ્થા મેળવે છે. બન્ને પક્ષે સંમતીબાદ મીટીંગ કરાવવામાં આવે છે અને સમયાંતરે આવા ભવ્ય મેળાવળાનું આયોજન કરે છે. ન્યુઝપેપર કે સોશ્યીલ મેડીયામાં કોઇ બાયોડેટા બતાવવામાં આવતા નથી. જેથી સમાજના તમામ યુવક-યુવતિને પોતાને યોગ્ય જીવન-સાથી મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવા સંસ્થાના પ્રમુખ મુકેશ મેરજા, ચેરમેન નાથાભાઇ કાલરીયા, મહામંત્રી ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ જયોતિબેન ટીલવા, ખજાનચી વિભાબેન પટેલ, ટ્રસ્ટી ધરમશીભાઇ સીતાપરા, ટ્રસ્ટી વિઠ્ઠલભાઇ ધડુક, દ્વારા વિશ્ર્વભરના પાટીદારોને આમંત્રણ આપવામાં આવે છે. આ મેળામાં દીકરા કે દીકરીઓને સ્ટે જ પર પણ બોલાવવામાં આવતા નથી ઉચચ ડીઝીટલ ટેકનોલોજીથી એલ.ઇ.ડી.સ્ક્રીન પર વિગતો ફોટોગ્રાફ સાથે બતાવવામાં આવે છે. આ મેળામાં દિકરીઓ અને દિકરાઓને જે ચોઇસ ક્રોસ મેચ થાય એમને મીટીંગ કરાવવામાં આવે છે. બાકીના ને વેઇટીંગમાં રાખી સંસ્થાની સુવિધા કૃત વેબસાઇટમાં અને ફાઇલો બનાવી ફકત દિકરીઓને બતાવવામાં આવે છે. જે તેમને પસંદ આવે તો સંસ્થા દ્વારા દિકરાઓને ફોન કરી તેમની સંમતિ હોઇ તો મીટીંગ કરાવવામાં આવે છે આ સેવા કાર્યમાં સંસ્થાની ર૪૦ મહીાોએ અને ૧૬૦ પુરુષો સેવા આપી રહ્યા છે.
સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દરેક દિકરા-દિકરીઓને સમાજમાં જ પોતાને મનગમતા પાત્ર મળી રહે તે માટે એક વિશાળ તક નું આયોજન સંસ્થા દ્વારા આ વર્ષે પણ કરવામાં આવેલ છે. મેરેજ બ્યુરોમાં રજી. માટે ઓનલાઇન સંસ્થાની વેબ સાઇટ www .samast patidarsamaj.com પર અથવા મોબઇલ માં પ્લે-સ્ટોરમાંથી samast patidarsamaj એપ ડાઉન લોડ કરી તેમાં રજીસ્ટર થઇ શકશે. સમસ્ પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પ વર્ષથી સમાજની એકતા માટે અને આત્મીયતા વધે તેવા શુઘ્ધ હેતુસર માઁ ઉમા ખોટલ ના અસીમ આશીર્વાદથી વિઠ્ઠભરમાં સર્વ પ્રથમ બન્ને સમાજ માટે એક જ સ્ટેજ પર આ કાર્ય કરવાની શરુઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. જેનો ખુબ જ સારો પ્રતિસાદ મળેલ છે. અને ઘણા યુગલોનાં વેવિશાળ થયા છે. સંસ્થાની સલાહકાર સમીતીના જણાવ્યા પ્રમાણે આ લેઉવા અને કડવા પટેલ જયારે એક બને ત્યારે દિકરા-દીકરીઓને પસંદગી માટેની તક ડબલ થઇ જતા તેમને યોગ્ય જીવનસાથી મળી શકશે. જેથી આ કાર્યમાં સમસ્ત સમાજના લોકો જોડાય તેમ સંસ્થાના મહામંત્રી વિભાબેન દ્વારા જણાવવામાં આવેલ છે. આ કાર્યમાં અગ્રણી ઉઘોગપતિઓ, તથા દાતાઓ સમાજસેવકો, અને લેઉવા-કડવા પાટીદાર સમાજની સંસ્થાઓને સાથે રાખી આ કાર્યક્રમ કરવામાં આવશે. પાટીદારોની સંસ્થા માનવ કલ્યાણ મંડળ ગુજરાત ના આર્થીક સહયોગથી અને લવ કુશ ગ્રુપ, સરદારધામ, અમદાવાદ સમસ્ત પટેલ સમાજ સુરત, પટેલ સમાજ યુ.કે લેઉવા પટેલ વેવીશાળ પરીચય કેન્દ્ર, ઉમીયા મેરેજ બ્યુરો, પાટીદાર સમાજ એમ.પી. ઉમા ખોડલ પરીવાર ટ્રસ્ટ, આ વિચારાધારા સંસ્થાના પાટીદાર રત્ન એવોર્ડ વીજેતા શ્રી મુકેશભાઇ મેરજા અને ગીતાબેન પટેલદ્વારા વહેતી મુકવામાં આવેલ હોઇ જેને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વધાવી લેવામાં આવી હતી.
આ કાર્યક્રમના દાતાઓ ચંદુભાઇ વિરાણી, બાલાજી વેફર્ડ રાજકોટ, મૌલેશભાઇ ઉકાણી બાન લેમ્બ રાજકોટ, રમેશભાઇ ધડુક સંસદસભય, પોરબંદર, મોહનભાઇ કુંડારીયા સંસદ સભ્ય ઉપસ્થિત રહેશે.