ગરમીની સીઝન આવતા જ શહેરમાં આકરા તાપથી રાહત મેળવવા ઠેર-ઠેર ઉનાળુ ફળોનું વેચાણ શ‚ થઈ ચુકયું છે ત્યારે ખાસ કરીને તરબૂચનું વેચાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. દેશી અને વિદેશી બંને પ્રકારના તરબૂચોનું શહેરમાં આગમન થઈ ચુકયું છે. ખાસ કરીને રાજકોટમાં આંધપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજયોમાંથી તરબુચ આવે છે તેમાંય સુગરકિંગ તથા નામધારી તરબૂચમાં લોકોની પહેલી પસંદ સુગરકિંગ બની છે. શ‚આતની સિઝનમાં તરબૂચ ૧૦ થી ૧૫
‚પિયે કિલોના ભાવે વેચાય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં ઠંડા પીણાથી કૃત્રિમ ઠંડક મેળવવાને બદલે તરબુચ અને શેરડીનો રસ, પાઈનેપલ જયુસ, મોસંબી જયુસ વિગેરેમાંથી કુદરતી ટાઢક મળે છે. આ તમામ ફળો પૈકી તરબૂચ ઉનાળાની સીઝનમાં ખુબ જ આસાનીથી અને વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ થઈ જાય છે. તરબૂચના એકથી વધુ ફાયદા છે. તરબૂચ વેચતા વેપારીઓ ડગરી કાઢીને વેંચે છે. જેથી ગ્રાહક તરબૂચની ગુણવતા ચકાસી શકે છે. અન્ય ફળો કૃત્રિમ રીતે પકાવાતા હોય છે પરંતુ જનરલ તરબૂચના મામલામાં એવું નથી અને હા, એક એવી માન્યતા પણ છે કે સીઝન સિવાય તરબૂચ ન ખવાય. નહીંતર તમે રાવણનું માથુ ખાવ છો તેવી જુનવાણી વિચારધાર છે. બાકી અત્યારે ઉનાળાની સીઝનમાં સરસ મજાના લાલચટ્ટાક તરબૂચ ખાવ ને મોજ કરો