આજ રોજ આમ આદમી પાટીઁના નેતા ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્ગુરૂ દ્વારા એક મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી અને જણાવાયુ હતું કે ભાજપના નેતાઓ જમીન ચોર છે. ગૌચર-ખરાબા અને પડતર જમીનો ભાજપ નેતાઓએ તેના માળતીયાઓને પધરાવી દીધી છે. આવા આકરા પ્રહાર ઈશુદાન દ્વારા કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ વધુમાં ભાજપ વિરુધ આક્ષેપો કરતા ઈશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યુ હતું કે જમીન ચોર ભાજપના પાર્ટી ફંડના ઉપરાણા માટે સરકારી મિલક્તો અને સરકારી જમીનો ભાજપના મળતીયાઓને પાણીનાં ભાવે વેચી મારવાનું ગુજરાતભરમાં કૌભાંડ ચાલે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગમે ત્યાંથી કમીશનની કટકી શોધી લેવી, દરેક કામમાં ભ્રષ્ટાચાર કરવો, સરકારી પૈસા હડપી લેવા, સરકારી જમીનો મફતના ભાવે પડાવી લેવાની હલકી માનસિકતા અને સત્તાના માધ્યમથી મલાઈ ખાવાની વિકૃતિ રગેરગમાં ભરી છે એવા મહાભ્રષ્ટ ભાજપીઓએ દરેક મહાનગરોમાં સરકારી જમીનોની પોતાના મળતીયાઓને લ્હાણી કરીને ગુજરાતની તિજોરીમાં કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડ્યું છે.
ભાજપ અને ભાજપના કાર્યકર્તાઓ પર લાલ આંખ કરીને AAPના નેતા આગળ વધતા જણાવે છે કે ભાજપને “કમલમ” ખાતે કમિશનની કટકી પહોંચાડીને ગુજરાતમાં ગમે તેવા કાળા કામ કરવાનું લાયસન્સ મળી જાય છે. સરકારી ગોચરની જમીન ઉપર કબજા કરવા, બીજાની જમીન પડાવી લેવી કે સરકારી અનામતની જમીનો મફતના ભાવે પડાવી લેવા માટે ભાજપને ચૂંટણી ફંડ આપીને ભાજપના મળતીયાઓ દરેક ગોરખધંધા કરી રહ્યા છે.
આપના વરિષ્ઠ નેતા પોતાની વાતને આગળ વધારતા જણાવ્યું હતું કે એકબાજુ જમીન વિહોણા ગરીબોને પેટ ભરવા સારૂ આપવા માટે કે ગરીબોનાં આવાસ બનાવવા માટે ભ્રષ્ટ ભાજપ સરકાર પાસે ટુકડો જમીન નથી પરંતુ ભાજપનાં નેતાઓના સગા-વ્હાલાઓને સરકારી જમીનની લ્હાણી થઇ રહી છે. જેનો આમ આદમી પાર્ટી વિરોધ કરે