દહીં એક એવી ચીજ છે. જે સ્વાસ્થ્ય ઉપરાંત સ્કિન કેર ‚ટિનનો પણ મહત્વનો હિસ્સો ગણાય છે. તેને અનેક બ્યુટી ફાયદાઓ છે જેની મદદથી તમે હોમમેડ ફેસપેક બનાવી શકો છો. અને અમુક અઠવાડિયા સુધી આ ફેસપેકનો ઉ૫યોગ કરવાથી તમારી સ્ક્રિન હેલ્દી અને ગૌરી બનશે.તેમજ દહીં માં રહેલ લેકટીક એસિડ, વિટામિન B5 અને B12 જે સ્કિનને લાઇટિંગ મેળવવા મદદરૂપ કરશે.

તો ચાલો જાણીએ . દહીંના અલગ-અલગ ફેસપેક વિશ…..જે આ પ્રમાણે છે.
  1. અઠવાડિયામાં ૩ વખત ૧ ચમચી દહીંમાં ૨ ચમચી બટાટાનો રસ મિક્સ કરીને લગાવો અને તેને ૧૫ મિનિટ સુધી રાખીને ચહેરાને ધોઇ લો. તેનાથી ચહેરાના ડાઘ દૂર કરવામાં મદદ‚પ નીવડશે.
  2. ઇંડાના સફેદભાગમાં ૨ ચમચી દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો સુકાયા બાદ ગરમ પાણીથી ઘુઓ આ  પેસ્ટનો અઠવાડિયામાં ૨ વખત ઉપયોગ કરવો.
  3. ૧ ચમચી દહીંમાં ૧ ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસો આ પેસ્ટ સ્ક્રબ જેવુ કામ કરશે જે ચહેરાના ડેડ સેલ્સને દૂર કરશે.
  4. ૪ ચમચી દહીંમાં ૧ ચમચી ગુલાબજળ અને ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરીને ચહેરા પર ૨૦ મિનિટ સુધી રાખો અને ત્યાર બાદ ચહેરાને ધોઇ લો.
  5. ૨ ચમચી દહીંમાં ૧ ચમચી સંતરાનો પાઉડરને મિક્સ કરીને ચહેરા પર લગાવો. જો પાઉડરના હોય તો તમે સંતરાનો રસ પણ ઉપયોગ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.