રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી છે. 26 જૂન સુધીમાં મેમો નહીં ભર્યો હોય તો કેસ લોક અદાલતમાં જશે. ત્યારે આજ રોજ તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રંગીલા રાજકોટની રંગીલી જનતાના ઈ-મેમો વિશે માહિતી આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા કહ્યું હતું કે ઇ-મેમો ભરવા માટે ૬૩૦૦૦ લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. 6 મહિના પહેલાના મેમો નહીં વસૂલવા તેવો હાઇકોર્ટ નો કોઈ જ હુકમ નથી. પરંતુ હાલમાં પોલીસ 6 મહિના પહેલાના ઈ મેમો વસુલતા નથી તેવી ટ્રાફિક ACP મલ્હોત્રા દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ટ્રાફિક ACPએ આગળ જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા 6 મહિનામાં 1.25 લાખ જેટલા ઇમેમો ઈશ્યુ થયા છે. જેમાં 63,000 કેસો લોક અદાલતમાં કરાશે રજૂ, જે લોકો છેલ્લા 6 મહિનામાં આવેલ મેમો નહિ ભરે તો કોર્ટ માં NC કેસ દાખલ થશે તેવી માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જકોટ ટ્રાફિક ACPની તાકીદ બાદ રાજકોટ ટ્રાફિક ઓફિસે ઇ-મેમો ભરવા લોકોની લાંબી લાઇન લાગી હતી.