સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાને સુંદર બનાવી રાખવા માગતા હોય છે. અને તેના માટે ઘણા રૂપિયા વ્યર્થ પણ કર્તા હોય છે. તેના માટે તેઓ ગમે તેટલા જતન પણ કરતા હોય છે એ ઉપરાંત પોતાની આ ઈચ્છા ને પુરી કરવા માટે ઘણા પ્રકારના મોંઘા પ્રોડક્ટ્સ નો પણ ઉપીયોગ કરતા હોય છે.
પણ જરા વિચારો કે આપણે જે પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ એ આપણાં પૂર્વજો પાસે ન હતા. છતાં પણ તેઓ આટલા સુંદર કઈ રીતે હતા. તેઓની યુવાની લાંબા સમય માટે બરકરાર રહેતી હતી. આજના સમયમાં ઘણા લોકો એવી પ્રોડક્ટ્સ યુઝ કરી લેતા હોય છે જે ઘણીવાર તેઓ માટે નુકસાનકારક પણ સાબિત થતા હોય છે. તેઓ કોઈ પ્રોડક્ટસનો ઉપયોગ કર્યા વિના લાંબા સમય સુધી પોતાની સુંદરતા ટકાવી રાખતા અને આપણે આટલા મોંઘા પ્રોડક્ટસનો ઉપયોગ કરીને પણ આપની સુંદરતા ટકાવી શકતા નથી.
આજે અમે તમને આયુર્વેદ અનુસાર અમુક એવી માહિતી જણાવીશું જેના દ્વારા તમે પ્રાકૃતિક સુંદરતા મેળવી શકશો.
1.લીમડાનું તેલ:
ચેહરા પર થતાં ખીલ માટે નાભીમાં રોજ રાતે લીમડાના તેલના 2-3 ટીપાં નાખવાથી થોડાક જ દિવસો માં ખીલની સમસ્યાથી છૂટકરો મેડવી શકાય છે.
2 દેશી ઘી : તમારા રંગના નિખાર માટે નાભીમાં દેશી ઘી ના 2-4 ટીપાં નાખવાથી તમારા રંગમાં નિખાર આવશે
3.મધ :
જો તમારી સ્કિન ડ્રાઈ રહે છે તો તેના માટે દરેક દિવસ પોતાની નાભિ માં મધ ના બે ટીપા નાખો, ત્વચા નિખારવા લાગશે.
4.ગુલાબ જળ :
ચહેરા પર દાગ ધબ્બા થતાં હોય તો ગુલાબ જળના ટીપાં નાભીમાં નાખવાથી તવ્ચા સાફ અને સુંદર થશે.