શિયાળામાં ઘરમાં પડેલા જુના મોજાની દિવાળી આવે છે, ઠંડીમાં મોજા ખુબ જ આરામદાયક હોય છે પરંતુ જો બે દિવસથી વધુ થઇ જાય તો મોજામાં પરસેવા અને ચામડાને લીધે દુર્ગધ આવવા લાગે છે. તો હવે તેનું પણ સોલ્યુશન આવી ગયું છે. ચીનની કં૫નીના આ આવિષ્કારથી આ સમસ્યાથી તમને કાયમી છુટકારો મળશે. સતત સાત દિવસ શુઝ પહેરશો તો પણ દુર્ગધ નહીં આવે તેવી ગેરેન્ટી આ કં૫ની આપે છે.
આ કંપનીએ મોજા બનાવ્યા છે જેના ફેબ્રિકમાં ઠેર-ઠેર સિલ્વર, કોપર અને ઝિન્કનાં અત્યંત સુક્ષ્મ વાયર્સ વાપરવામાં આવ્યા છે જે પરસેવા અને ચામડાને કારણે પેદા થતી ગંધને દૂર કરે છે. ગંધ મારતા મોજાને કારણે પગમાંથી પણ વાસ આવતી હોય છે. આ કં૫નીએ શરુઆતથી જ બ્રિટનમાં બહુ મોટુ માર્કેટ અંકે કરી લીધુ છે. મોજા બહાર પાડતા પહેલા કરેલો સર્વે તેવુ તારવે છે કે સ્ત્રીઓ કરતા પુરુષોના મોજા અને પગની દુર્ગધની સમસ્યા વધુ રહે છે.