ચિન નું ડબલ થઇ જવું એ ચહેરાની સુંદરતાને બગાડી દે છે. આવું માત્ર વજન વધવાથી થતું નથી બીજા અનેક કારણોના લીઘે ડબલ ચીન થઇ શકે છે. અનિયમિત દિનચર્યા અને ગળાની કમજોરી માંસપેશિઓના કારણે આ સમસ્યા થાય છે. અનુવંશિક કારણે પણ ચિન વધવાની પરેશાની થઇ શકે છે.
તો ચલો જાણીએ કેટલીક રીતો અપનાવીને આનાથી છુટકારો મેળવી શકીએ છીએ. ૧. વિટામીન ઇ યુક્ત આહારને તમારા ખાવામાં સમાવેશ કરીને ડબલ ચિનથી છુટાકારો મેળવી શકાય છે. સોયાબિન, પીનટ, દૂધ દહીં અને સફરજનમાં વિટામીન ઇ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત વિટામીન ઇ ની કેપ્સૂલ પણ લઇ શકો છો. એના નિયમિત સેવનથી ખૂબ જલ્દી આ સમસ્યાથી છુટાકારો મેળવી શકો છો.
૨. ડબલ ચિનને હટાવવા માટે મસાજ કરવી પણ સારો ઉપાય છે. વિટામીન ઇ યુક્ત તેલને નવશેકું ગરમ કર્યા બાદ ગરદન અને ચિનની મસાજ કરવી જોઇએ. દરરોજ રાતે સૂતા પહેલા આવું કરવાથી ચિન બરોબર થઇ જાય છે.
૩. ચિનની કસરત માટે સીધા ઊભા રહો. થોડોક સમય છત તરફ જુઓ અને પાછું પહેલા વાળી સ્થિતિમાં આવો. ૧૫ થી ૨૦ વખત આ પ્રક્રિયા કરો. દરરોજ દિવસમાં ૩ ૪ વખત આવું કરવાથી ડબલ ચિનથી છુટાકરો મેળવી શકાય છે.
૪. ચિંગમ ખાવાથી આખા મોઢાની એક્સરસાઇઝ થઇ જાય છે. એનાથી એક તો વજન ઓછું થાય છે અને ચિનમાં ફરક પણ જોવા મળે છે. ચિંગમ ઉપરાંત કાકડી, કાળા ચણા અને ગાજર ખાવાથી પણ ગળાની માંસપેશિઓની કસરત થાય છે. જેને કારણે ચિન પરની ચરબી ઓછી થઇ જાય છે.