જ્યારે શિયાળાની ઋતુ ઠંડક અને આરામ લાવે છે, ત્યારે તે કેટલાક લોકો માટે સાંધાનો દુખાવો પણ કરી શકે છે. તેમજ ઠંડીને કારણે સ્નાયુઓ અકડાઈ જાય છે, તેના કારણે લોહીના પ્રવાહ પર અસર પડે છે અને સાંધામાં દુખાવો વધે છે. આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. જો કે, યોગ્ય કાળજી અને કેટલાક ઉપાયોથી આ પીડા ઘટાડી શકાય છે.
નિયમિત કસરત કરો
શિયાળામાં સાંધાનો દુખાવો વધી શકે છે. હળવા યોગા, સ્ટ્રેચિંગ કે નિયમિત વૉકિંગ કરવાથી સાંધાઓની ગતિશીલતા જળવાય રહે છે. તે રક્ત પ્રવાહને સુધારે છે અને સ્નાયુઓને લવચીક રાખે છે.
આહારનું ધ્યાન રાખો
શિયાળામાં હાડકાં અને સાંધાઓને મજબૂત કરવા માટે યોગ્ય ખાવું ખૂબ જ જરૂરી છે. તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન Dથી ભરપૂર વસ્તુઓ જેમ કે દૂધ, ચીઝ, દહીં, લીલા શાકભાજી અને સૂર્યમુખીના બીજનો સમાવેશ કરો.
મસાજ ઉપચારનો પ્રયાસ કરો
સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે તેલ માલિશ એક જૂની અને અસરકારક ટેકનિક છે. તેમજ ગરમ સરસવ અથવા તલના તેલથી માલિશ કરવાથી સાંધાની જકડતા ઓછી થાય છે અને દુખાવામાં રાહત મળે છે. તેમજ તમે તેમાં લસણ અથવા આદુ ઉમેરીને તેલને વધુ અસરકારક બનાવી શકો છો.
શિયાળામાં સાંધાનો દુખાવો સામાન્ય સમસ્યા બની શકે છે, પરંતુ યોગ્ય કાળજી રાખવાથી તે જલદીથી ઠીક થઈ શકે છે. તમારા માટે એક મહત્વપૂર્ણ માહિતી એ છે કે, જો કોઈ ગંભીર સમસ્યા અથવા અસહ્ય પીડા હોય, તો ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.