અમુક રોગો આપણે વારસાગત આવતા હોય છે, પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ડીએનએમાં પણ સુધારો કરી શકાય છે. ડિએનએ એવું ઘટકતત્વ છે, જેનાથી દરેક સજીવનનું શરીર બનેલું છે. ડિએનએ ચાર પ્રકારના હોય છે. ‘એ’ ‘જી’ ‘ટી’ અને સી જેમનું એકબીજા સાથે જોડાણ હોય છે. તેના પરથી ખ્યાલ આવે છે. તે વ્યક્તિ જાડો થશે કે પાતળો, લાંબો રહેશે કે ટૂંકો ? વગેરે વાતો નોંધેલી હોય છે. આ સંશોધકોના દાવા પ્રમાણે તેમને ‘ક્રિસ્પર ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ટ નામ રાખવામાં આવ્યું છે આ લાંબુ અને અટપટુ નામ ધરાવતી પદ્વતિ ચેકરબર અને પેન્સિલનું જેવુ કામ કરે છે.
સંશોધકો પહેલા તો ડીએનએમાં ખામી શોધી કાઢે છે, ત્યાંથી કાપી અને ફરીથી ડીએનએની ચેઇનનું જોડાણ કરી આપે છે. માટે ડીએનએમાં પણ હવે કાપ-કૂપ (એડિટિંગ) શક્ય બનશે. જો કે ડીએનએમાં ફેરફારો કરવા અશક્ય ગણાતા પરંતુ સંશોધકોના પ્રયાસથી રીત શક્ય બની છે.
ડાયાબિટિસ, દમની બીમારી, કેન્સર, મોટાપાો સહિતના ગંભીર રોગો વારસાગત છે જેને લાખો દવાના ખર્ચ કર્યા બાદ પણ દૂર કરી શકાતા નથી માટે રોગને દૂર કરવા તેને મુળમાંથી કાઢી નાખવાની આ પદ્વતિ કાબિલેતારીફ છે.