તાવથી લઈને વિવિધ રોગો માટે અકસીર ગીલોય કેન્સર અને કોરોના જેવા પ્રાણઘાતક રોગો માટે પણ વરદાનરૂપ
ગીલોયના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળ છે; તે વાત, પિત, કફ નાશક છે
ભારતની ધરોહર આયુર્વેદ શાસ્ત્રમાં એવી અનેકવિધ ઔષધીઓ મોજૂદ છે, જે પ્રાણઘાતક રોગોનો રામબાણ ઈલાજ છે. એમાંની એક અકસીર ઔષધી છે. જેને ગીલોય એટલે કે, ગળો તરીકે ઓળખવામાં આવે છે. પહેલાના સમયમાં જ્યારે આટલી દવાઓ કે તેના ઈલાજ વડે લોકોને માહિતી ન હતી. ત્યારે ગામડાના લોકો પ્રત્યેક દર્દીના ઉપચાર માટે ‘ગળો’ને પ્રાધાન્ય આપતા હતા. તો ચાલો આજે આપણે પણ તાવ તેમજ કેન્સરથી લઈને કોરોના નાશક ગીલોયના ગુણો વિશે જાણીએ.
ગીલોય એક પ્રકારની લતાવેલ છે જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે કે તેનું નામ અમૃતા રાખવામાં આવ્યું છે. ગીલોયનો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદી જુદી પ્રકારની બિમારીઓ દૂર થવા લાગી છે. ગીલોયના પાંદડામાં કેલ્શીયમ, ટ્રોટીન અને ફોસફરસ મળી આવે છે તે વાત કફ અને પીતનાશક હોય છે, તે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટી વાયરલ તત્વ મળી આવે છે. જેનાથી શરીરના સ્વાસ્થ્યને લાભ મળે છે તે ગરીબના ઘરની ડોકટર છે. કેમ કે તે ગામમાં સરળતાથી મળી જાય છે.
ગીલોયમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલીત કરવાની શક્તિ મળી શકે છે. ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ છે. ગીલોયની ડાળીઓનો પણ ઔષધીમાં ઉદ્યોગ કરવામાં આવે છે. ગીલોયની વેલ જીવનશક્તિથી ભરપુર હોય છે કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગીલોયની રાસાયણીક સંરચનાનું વિશલેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે, તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ, ગ્લીસ્ટેરાલ, બર્બરીન, આલ્ક્રોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે. તેના પાંદડામાં કેલ્શીયમ, પ્રોટીન, ફોશફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન બાદ જાણવા મળ્યું છે કે, વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડિયમ, શેલીસીટેડ હોવાના કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષય રોગના જીવાણુંની વૃદ્ધિ અટકાવે છે. તે ઈન્સ્યુલીનની વૃદ્ધિને વધારીને ગ્લોકોઝનું પાંચન કરવું અને રોગના સંક્રમણોને અટકાવવાનું કામ કરે છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
ગીલોયમાં આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સિડન્ટના જુદા જુદા ગુણ મળીઆવે છે. જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દૂર રાખવામાં મદદ મળે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીમાં લક્ષણને ઉત્પન્ન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી છે. આપણા પાંચન તંત્રને સુનિયમીત કરવા માટે જો એક ગ્રામ ગીલોયનો પાવડર અને થોડા એવા આમળાના પાવડર સાથે નિયમીત રીતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે. જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી સુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમીત રીતે પીવાથી આ પ્રમાણ ઓછુ થવા લાગે છે. ઉંચા લોહીના દબાણને નિયંત્રીત કરે છે. અસ્થમાના દર્દીની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને તેનાથી અસ્થમાની તકલીફથી છુટકારો મળે છે.