ટ્રાઇ દ્વારા ધારાધોરણોમાં સુધારા : લોકો અનુકૂળતા મુજબની ચેનલોનું પેક એક્ટિવેટ કરી શકશે : ‘ધરાર’ ચેનલોમાંથી મુક્તિ મળશે

ભારતમાં આજે પણ ૯૮ ટકાથી વધુ ઘરોમાં ચેનલો કેબલના માધ્યમી પહોંચાડવામાં આવે છે. પરંપરાગત કેબલનું પ્રમાણ હજુ ભારતમાં અનેક સ્ળે યાવત છે. જો કે, હવે આ ઈન્ડસ્ટ્રીઝમાં જાયન્ટ કંપનીઓ ઘુસી જતા મામલો થોડોક પેચીદો બની ગયો છે. અગાઉ નાના ઓપરેટર કેબલનું સંચાલન કરતા હતા. જો કે હવે હેવે અને રિલાયન્સ જેવી મસમોટી કંપનીઓ કેબલ સેકટરમાં ઘુસી છે. મોટા પ્લેયર આ સેકટરમાં આવતા ટ્રાય પણ તેના પર નજર રાખવા અસ્તિત્વમાં આવ્યું હતું. લોકોને વધુ પ્રમાણમાં ભાડા ચૂકવવા ન પડે અને કંપનીઓ શોષણ ન કરે તેવા હેતુ થી  ટ્રાય દ્વારા વિવિધ ધારાધોરણો ઘડી કાઢવામાં આવ્યા છે. આ ધારા ધોરણોમાં સમયાંતરે સુધારા થાય છે. નવા સુધારા મુજબ હવે ૧ થી  વધુ કેબલ કનેકશમાં અગાઉની જેમ મોંઘુ ભાડુ ચુકવવું નહીં પડે.

7537d2f3

ટ્રાય દ્વારા કરવામાં આવેલા નવા સુધારાના કારણે હવે ગ્રાહકોને સસ્તા દરે વધુ ચેનલો માણવાની તક મળશે. ટેલીકોમ રેગ્યુલેટર ઓોરીટી ઓફ ઈન્ડિયાએ તમામ ફ્રી એર ચેનલ માટે રૂપિયા ૧૬૦ નું ભાવ બાંધણુ કર્યું છે. આ ઉપરાંત નેટવર્ક કેપેસિટી ફીમાં ઘટાડો કર્યો છે. ૨૦૦ ચેનલ માટે ના પેકમાં લાગતી હોય છે. જેના કારણે હવે ચેનલો મહદ અંશે સસ્તીશે.ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટ મુદ્દે પણ ટ્રાય દ્વારા મસમોટો નિર્ણય લેવાયો છે. હવે જે ગ્રાહકો ૬ મહિના અવા તેનાી વધુનું સબસ્ક્રીપ્શન પેક એક્ટિવ કરાવશે તેમને ડીઓપી એટલે ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ટ્રાય દ્વારા નવા ઘડાટેલા નિયમોના પરિણામે હવે લોકોને સસ્તાદરે ચેનલો માણવાની તક મળશે તેની સાો સા જે જગ્યાએ એ વ્યક્તિના નામી એકી વધુ કેબલ કનેકશન હશે ત્યાં  અન્ય કનેકશન માટે ૪૦ ટકા ફી ચૂકવવાની રહેશે.

નવા ધારાધોરણોમાં કરેલા સુધારાના કારણે કેબલ ઓપરેટરો પાસેથી સર્વિસ લેતા ગ્રાહકોને ફાયદો થશે. ઉપરાંત ટ્રાય દ્વારા ઘટાડાયેલા ટેકસના કારણે અનેક સ્તરે રાહત થશે. ઈલેકટ્રોનિક પ્રોગ્રામ ગાઈડ ઈપીજી માટે ફલેકસીબ્લીટી આપવાની તૈયારી ટ્રાય દ્વારા કરવામાં આવી છે. ડીપીઓ પાસેી ઉઘરાવવામાં આવતી ફી મુદ્દે લેવાયેલા નિર્ણયી સીધો ફાયદો ગ્રાહકોને થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ટ્રાયના આ સુધારા આગામી તા.૧ માર્ચી અમલમાં આવશે.

  • બેલગામ ભાડા વધારા ઉપર લગામ આપશે

ટ્રાય દ્વારા ધારા ધોરણમાં ફેરફાર કરવા માટે લેવાયેલો નિર્ણય ગ્રાહકો માટે રક્ષા કવચ બનશે. એક તરફ માત્ર રૂપિયા ૧૬૦ ચૂકવી ને તમામ ફ્રી ટુએર ચેનલો માણવા ની તક મળશે. બીજી તરફ ટ્રાય દ્વારા ઘટાડવામાં આવેલી ફીના કારણે ગ્રાહકોને સસ્તાદરે ચેનલો મળશે. જે ચેનલોની કિંમત રૂપિયા ૧૨ કે ઓછી હશે તેવી ચેનલો ને ખાસ ઓફરનો ભાગ બનવા દેવાશે. ખાસ ઓફરોમાં સમાવવામાં આવતી ચેનલોની કેટેગરી અને તેની કિંમતમાં ભરપુર ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા ગાળા માટે ચેનલો નું સબસ્ક્રાઈર્બ્સ લેનાર ગ્રાહકને હવે કેબલ ઓપરેટરો તરફી પણ ડિસ્કાઉન્ટ મળે તેવી સ્થિતિ  ઉભી થઈ છે. ઈલેકટ્રોનિક પ્રોગ્રામ ગાઈડમાં કરેલા વધારા પણ ગ્રાહકો માટે લાભદાયી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. કેબલ ઓપરેટરો ગ્રાહકો પાસેથી ભાડાના નામે વધારે પૈસા ખંખેરતા હોવાની ફરિયાદો વર્ષો પહેલા ટ્રાઇ પાસે પહોંચી હતી. જો કે ત્યારબાદ ટ્રાઇ દ્વારા લેવાયેલા પગલાના કારણે આ ફરિયાદોનો સમયાંતરે અંત આવ્યો છે.

7537d2f3

  • દ્વિતિય કનેક્શન માટે માત્ર ૪૦ ટકા ભાડુ આપવું પડશે!

ટેલીકોમ રેગ્યુલેટરી ઓોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં મસમોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે એક વ્યક્તિના નામે જે સ્ળે બે કનેકશન હશે ત્યાં દ્વિતીય અવા તેનાી વધુના કનેકશન માટે ૪૦ ટકા ભાડુ ચૂકવવું પડે તેવી શકયતા છે. જ્યાં જ્યાં મલ્ટી કલેકશન વાપરવામાં આવી રહ્યું છે ત્યાં તં લોકોને ફાયદો શે. વર્તમાન નિયમો મુજબ બન્ને કનેકશનના પુરા પૈસા ચૂકવવા પડે છે. માર્ચ મહિનામા નવા ધારાધોરણોની અમલવારી બાદ અન્ય કનેકશન માટે માત્ર ૪૦ ટકા ભાડુ જ ચૂકવવું પડશે મલ્ટી કનેકશન વાપરનાર ગ્રાહકોને ફાયદો શે. ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટરોને આપવામાં આવેલી છુટછાટનો ફાયદો લોકોને મળે તેવા પ્રયાસ ટ્રાય કરશે. દેશમાં ઘણા સ્થળો એવા છે કે જ્યાં એક વ્યક્તિના નામે એકથી વધુ કેબલ કનેક્શનનું સંચાલન થતું હોય ટ્રાઇની નવી નીતિના કારણે આવા સ્થળોએ કેબલ ધારકને લાભ થશે તેવું કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.