આટલી સરસ જિંદગી હોવા છતાં દરેક વ્યક્તિ પાસે બસ કઈક ફરિયાદ હોય છે. ત્યારે દરેક વ્યક્તિનું મગજ અલગ હોય છે. સમય જતાં દરેકના વિચારો અને તેના વર્તનમાં બદલાવ આવતા હોય છે. સફળતા અને નિષ્ફળતા તે જીવનના એવા બે પાસા છે જેમાં સફળતા આવતા આનંદ આવે છે અને નિષ્ફળતા આવે તો તે કોઈ વ્યક્તિ સહન કરી શકતો નથી તો જ્યારે પણ નિષ્ફળતા આવે તો તેને ગમતું નથી અને જો તે તેને સ્વીકારી શકતા નથી તો તેના કારણે તે એક એવી બીમારીનો શિકાર બની જાય છે જે આજના યુગમાં ખૂબ પ્રચલિત થઈ ગયો છે તે ડિપ્રેશન. તો કઈ રીતે આ બીમારીથી મળી શકે મુક્તિ ? આ બીમારી તે મુખ્ય રીતે વ્યક્તિના વિચારો અને પરિસ્થિતી પર આધારિત હોય છે. તો આ બીમારીથી કઈ રીતે દૂર થવું તે દરેક માટે એક પ્રશ્ન હોય છે.
સારી ઊંઘ
લગભગ દરેક બીમારી માટે એક વિશેષ ઉપાય તે સારી ઊંઘ છે. ત્યારે મનને શાંત કરવાનો એક ઉપાય તે સારી ઊંઘ છે. તેના માટે ટીવી તેમજ અનેક બીજા ઉપકરણોને તમારાથી દૂર રાખો. જ્યારે પણ હતાશા હોય તો તમારા ખરાબ વિચારોને અટકાવો અને તેનાથી મન શાંત થશે.
કસરત
ડિપ્રેશન તે મનમાં ખોટા વિચારો ઉદભવે છે. ત્યારે જો તમારા દિનચર્યામાં કસરતનો સમાવેશ કરશો તો તેનાથી મન બીજી જગ્યાએ પોરવવાશે. દરરોજ કસરત કરવાથી મનમાં નવા વિચારો આવશે અને તમારા સ્વાસ્થ્યને લાભ થશે.
જવાબદારી લ્યો
જ્યારે તમે હતાશા કે નિરાશામાં હોવ ત્યારે એકલતામાં ના રહો અને તમારા મન ગમતા વિચારો તેમજ કામ કરો તેનાથી તમને આનંદ આવશે અને કામ કરવાથી થયેલા અનેક ખોટા વિચાર દૂર થશે અને હતાશા પણ દૂર થઈ જશે.