રાજ્ય સરકારે વિવિધ વિભાગો અન્વયે અપાતી સેવાઓનો લાભ લેવા અરજી સાથે એફિડેવિટની જગ્યાએ દસ્તાવેજની સત્યતા અર્થે સ્થઘોષણાની પ્રક્રિયા અમલમાં મુકવા પરિપત્ર કર્યો જાહેર
રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓમાં, જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે. વહીવટી સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપે, લોકોપયોગી સેવાઓ ઝડપી ઉપલબ્ધ બને અને નાગરિકોને પ્રક્રિયાના સરળીકરણથી અનુકૂળતા થાય તે હેતુથી સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદા કે નિયમથી જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સામાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી,સ્વધોષણાને પ્રક્રિયાનો ભાગ બનાવવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
ઠરાવઃ પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકાર, રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની અપાતી સેવાઓ માટે અરજી સાથે વિગતો માટે એફિડેવિટની જગ્યાએ દસ્તાવેજેની સત્યતા અર્થે સ્થઘોષણાની પ્રક્રિયા અમલમાં મૂકવાનું ઠરાવે છે.
જે કિસ્સામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિનિયમ અથવા નિયમો અથવા વિનિયમો અન્વયે એફિડેવિટ રજુ કરવાનું ઠરાવ્યું હશે, ત્યાં એફિડેવિટ લેવાનું ચાલુ રાખવાનું રહેશે, તે સિવાયની તમામ સેવાઓમાં એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણા મેળવવાનું રહેરો, રાજ્ય સરકારના તમામ વિભાગોએ તેમની સેવાઓની સમીક્ષા કરી કાયદા, નિયમ કે વિનિયમોથી સ્થાપિત હોય, તે સિવાયની તમામ સેવાઓમાંથી સેવા આપવાની ચેનલમાંથી એટલે કે ઓનલાઇન, એપ મારફતે, જનસેવા કેન્દ્ર, પ્રત્યક્ષ સ્વરૂપે વગેરેમાં એફિડેવિટની જગ્યાઓ સ્વઘોષણાનું ફોર્મની પ્રક્રિયા તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.
રાજ્ય સરકારના વિભાગો વતી જે સેવાઓ એટીવીટી જનસેવા કેન્દ્ર/ ડીજીટલ સેવા સેતુ અંતર્ગત આપવામાં આવે છે, ત્યાં નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર દ્વારા જાતિને લગતી સેવા સિવાય અન્ય તમામમાં એફિડેવિટની જગ્યાએ સ્વોષણા ફોર્મ પ્રતિસ્થાપિત કરવાની પ્રક્રિયા તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જાતિને લગતી અને ક્રીમીલેયર માટે અપાતી સેવાઓ માટે એફિડેવિટની ઉપયોગિતાની સમીક્ષા કરી, જ્યાં યોગ્ય જણાય ત્યાં સ્વઘોષણાની વ્યવસ્થા દાખલ કરવા રાજ્ય સરકારના અલાયદા આદેશ મેળવવાનાં રહેશે, ત્યાં સુધી પ્રવર્તમાન વ્યવસ્થા ચાલુ રાખવાની રહેશે.
જે કિસ્સામાં કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારના અધિનિયમ,નિયમો કે વિનિયમોમાં ઉલ્લેખ કર્યા સિવાય એડિવિટની જરૂરિયાત જણાતી હોય તો, સંબંધિત વિભાગે રાજ્ય સરકારની ખાસ મંજુરી મેળવ્યા પછી જ એફિડેવિટ દાખલ અથવા તા. ૧૦/૦૧/૨૦૨૨ પછી ચાલુ રાખી શકાશે.
એફિડેવિટની પ્રક્રિયા રદ કર્યા પછી સ્વઘોષણામાં કોઈ ખોટી વિગતો આપવામાં આવી છે, તેવું ધ્યાને આવશે, તો સંબંધિત કચેરી દ્વારા જે તે ખોટી માહિતી આપનાર વ્યક્તિ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ જેવી કે, ૧૭૭, ૧૯૧, ૧૯૯ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. સેવાઓ માટે એફિડેવિટ રદ કરતાં સ્વઘોષણા સામેલ નમુના (એનેક્ષર-અ)મુજબનું કરવાનું રહેશે.