દંપતિ વચ્ચે ઝઘડાના કારણે પરિણીતાએ અગ્નિસ્નાન કરી જીવન ટુંકાવ્યું ‘તુ
શહેરના ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને બકાલાનો વ્યવસાય કરતી મહિલાએ કેરોસીન છાંટી આપઘાતની ફરજ પાડવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુમાં મુળ જામનગર જિલ્લાના જાંબુડા ગામે રહેતો જગદીશ ભરત કોળી ધંધા રોજગારમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારનાં શાસ્ત્રીનગરમાં ભાડે મકાન રાખી શાકબકાલુ વેચી ગુજરાન ચલાવતા હતા ત્યારે દંપતિ વચ્ચે ઘરકંકાસ થતા સંગીતાબેને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં ધ્રોલના મોડપર ગામે રહેતા મૃતકના પિતા ચના શામજી કોળીએ પુત્રી સંગીતાને મરવા મજબૂર કરનાર પતિ જગદીશ કોળી સામે કલમ ૩૭૬ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે.
સેશન્સ કોર્ટમાં ફોજદારી કાર્યવાહી ચાલુ થતા સદર કામે સંગીતાએ મરણોન્મુખ નિવેદન આપેલ તે સંબંધે ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતના ચૂકાદાઓ ધ્યાને લેવા વકીલ પ્રફુલ્લચંદ મણિયારે વિસ્તૃત દલીલો કરેલી જે ધ્યાને લઈ સેશન્સ જજ બાબીએ આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મૂકતો હુકમ કર્યો છે.