ડ્રાઈ સ્કીન હમેશા ચહેરાની ચમકને ઓછી કરી દે છે. એવામાં ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. ડ્રાઈ સ્કીન દૂર કરવામાં ઘરેલુ નુસ્કા ઘણા કામ આવી શકે છે તો ચાલો જાણીએ આ નુસ્કા વિષે…
કેળાં
ડ્રાઈ સ્કિનને દૂર કરવા માટે કેળાંને ક્રશ કરી ચહેરા પર લગાવો થોડા સમય પછી તેને સાદા પાણીથી ધોઈ લો. તેના થી ચહેરો ઘણો સાફ થઈ જાશે.
મધ
ચહેરાના ડેડ સેલ્સને દૂર કરવા માટે મધનો ઉપયોગ ફેસ સ્ક્રબ બનવા માટે કરી શકાય છે. આ ફેસ સ્ક્રબ બનવા માટે તમે મીઠું, ખાંડનો પાઉડર, અડધી ચમચી લીંબુનો રસઅને એક ચમચી મધને મિક્સ કરી ચહેરા પર લગાવો જેનાથી તમારા ચહેરાના ડેડ સેલ્સ દૂર થઈ જશે. નિયમિત આ સ્ક્રબ લાગવાથી ડ્રાઈ સ્કીનની પ્રોબ્લેબ દૂર થઈ શકે છે.
ઈંડા
ઈંડા ત્વચાને આવશ્યક પ્રોટીન આપે છે. આ ઉપરાંત ઇંડાને ચહેરા પર લાગવાથી સૂકી ત્વચા પણ ઠીક થાય છે.
ગ્લિસરીન
કાચા દૂધમાં 2-4 ટીપાં ગ્લિસરીન મિલાવીને ચહેરા પર લગાવો આના ઉપયોગથી ત્વચા કોમળ બને છે.