ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. દરેક તહેવારોનું એક અલગ જ મહાત્મય રહેલું છે. એમાં પણ ગુજરાતીઓ દરેક તહવારને ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરતાં હોય છે. ગુજરાતી નામ પડતા જ પેહલા ગરબા ચોકસ લોકોને આંખ સામે ઊભરી આવતા હોય છે ત્યારે માં આધ્યશક્તિની આરાધનના દિવસો આંગળી વેઢે ગણી શકાય એટલા જ બાકી રહ્યા છે ત્યારે કોરોના કાળના 2 વર્ષ બાદ છૂટછાટ મળતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હાલના ટ્રેન્ડ પ્રમાણે વેલકમ નવરાત્રિ અને બાય બાય નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે.
નવરાત્રીના પાવન દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ડીરાસ કાફે લઈને આવ્યું છે. સ્વાગત નવરાત્રિ “રાજકોટિયન’22″નું એક અનેરું આયોજન. જેમાં અબતક મિડિયા પાર્ટનર તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે આ નવરાત્રિનું આયોજન 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 7:30 થી 11:30 સુધી કરવામાં આવ્યું છે. તો ખૈલયાઑ થઈ જાવ તૈયાર સ્વાગત નવરાત્રિ ડીરાસ કાફે 2022 ના સંગાથે જુમવા માટે