કોરોનામાં જે ‘ફિટ’ હતા એ ‘લડી’ ગયા… અનફિટ હેરાન થઈ ગયા…

સાઈકલવિરો જેટલા કિ.મી. સાઈકલ ચલાવશે તેના લેખે રૂ.2ની જરૂરિયાતમંદોને દવા અને છાત્રોને ચોપડાનું કરાશે વિતરણ

અબતક, રાજકોટ

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તેમજ પ્રોજેકટ ઓફ રોટરી  ડિસ્ટ્રીકટ  3060ના સથવારે રાજકોટ સાયકલ કલબ વર્ચ્યુઅલ સાયકલોફન યોજાશે. તેની વિગત  માહિતી, આપવા માટે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉનના પ્રેસીડન્ટ  સંદિપભાઈ બાવીશી, રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રોના કલબ સેક્રેટરી કિશોર રાજપોપટ, રાજકોટ સાયકલ કલબના ફાઉન્ડર દિવ્યેશ અધેરા, પ્રેસીડેન્ટ, દિવ્યેશ જશાણી, સેક્રેટરી ઉર્વીબેન સોલંકીએ 20 માર્ચે  યોજાનાર કાર્યક્રમની માહિતી આપી હતી.સતત છઠ્ઠા વર્ષે રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ પોલીસના તથા  રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના સથવારે રાજકોટ સાઈકલ ક્લબ દ્વારા વર્ચ્યુઅલ સાઈકલોફનનું આગામી તા.20 માર્ચે આયોજન કરવામાં આવ્યું છે.

રોટરી 3060 સાથે રાજકોટની પાંચ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ 104 કલબ જોડાયેલી છે જે પણ આમાં સહભાગી બનશે. આ ઉપરાંત રાજકોટ સાઇકલ કલબ સાથે ભારતની અનેક સાઇકલ કલબ જોડાયેલી છે જે બધા સાથે મળીને આ આયોજનને સફળ બનાવશે. આ વર્ષે આયોજિત થનારી સાઈકલોફન થકી જરૂરિયાતમંદ દર્દીઓને દવા તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાની મદદ થઈ શકે તેવું કાબીલેદાદ આયોજન પણ કરવામાં આવ્યું છે.આ વખતે સાઈકલીસ્ટો જેટલા કિલોમીટર સાઈકલ ચલાવશે તેના પેટે રૂા.2ની મદદ દાતા દ્વારા કરવામાં આવશે. દવા અને ચોપડાના મુખ્ય દાતા એવા બાનલેબ તરફથી આ મદદ કરવામાં આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

20મી માર્ચે દેશના અન્ય શહેર-જિલ્લાઓ માટે વર્ચ્યુઅલ અને રાજકોટ માટે વાસ્તવિક મતલબ કે રસ્તા ઉપર એક સાથે સાઈકલવીરો સાઈકલ ચલાવી શકે તેવી સાઈકલોફનનું આયોજન કરવામાં આવશે.આગામી 20મી માર્ચે યોજાનારી આ સાઈક્લોફન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સાઈકલીસ્ટો ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત સાઈક્લોફનને લગતી કોઈ પણ માહિતી માટે પ્રોજેક્ટ ચેરમેન દિવ્યેશ અઘેરાં રોટરી મીડટાઉન લાયબ્રેરી, (ટેલિફોન નંબર 0281-2454537, 2454538)નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.