ટકા નજીક પહોંચી ગયેલ જીડીપીનો દર બે આંકડે પહોંચાડવા ખેત ઉત્પાદનો અને ટેકાના ભાવ મહત્વનો ભાગ ભજવે તેવી નિષ્ણાંતોને અપેક્ષા

દેશના અર્થતંત્રમાં થોડા સમય વ્યાપેલી સુસ્તીના કારણે સરકારની નીતિઓની અનેક વખત ટીકા થઈ ચૂકી છે. પરંતુ સરકારે ઘડેલી નીતિઓની લાંબાગાળે સકારાત્મક અસર થવા માંડી છે. હવે મંદીનો ઓછાયો દૂર થશે અને બજાર ૧૦ ટકાના ગ્રોથ સાથે ટનાટન વિકાસ કરશે તેવી આશા આર્થિક નિષ્ણાંતો સેવી રહ્યાં છે. ભારતીય અર્થતંત્રના સડસડાટ ગ્રોથ પાછળ કૃષિ ક્ષેત્રમાં સરકાર દ્વારા લેવાયેલા પગલા કારણભૂત હોવાનું જાણવા મળે છે. મોદી સરકારે ખેડૂતોની આવક બે ગણી કરવા માટે લઘુતમ ટેકાના ભાવે ખરીદી સહિતના નિર્ણયો લીધા હતા. આ નિર્ણયોને લાંબાગાળે સફળતા મળવા લાગી છે. એક તરફ ખેડૂતોની આવક વધવાની સાથો સાથ ખેતી થકી દેશની તિજોરીને પણ ફાયદો થવા લાગ્યો છે.

admin 2

ભારતીય અર્થતંત્રમાં ૬૫ ટકા ફાળો કૃષિ ક્ષેત્રનો છે. આવી સ્થિતિમાં ભારતીય કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપી વિવિધ યોજનાઓની જાહેરાત સરકાર દ્વારા થઈ રહતી. આ યોજનાની અમલવારી બાદ હવે સમયાંતરે ખેડૂતોને ફાયદો થવા લાગ્યો છે. કેન્દ્રીય બજેટમાં જીડીપીનો ગ્રોથ ૬ ટકાની આસપાસ રહેશે તેવી અપેક્ષા સેવવામાં આવી હતી. દરમિયાન જો ૧૦ ટકાના દરે વિકાસ કરવો હશે તો સરકારને પ્રોટેક્ટિનીઝમ માંથી બહાર આવવું પડશે તેવો મત નિતી આયોગના પૂર્વ વાઈસ ચેરમેન પાનગરીયાએ વ્યકત કર્યો હતો.

નોંધનીય છે કે, પ્રોટેક્ટિનીઝમના કારણે સરકાર એક તરફ સનિક ઉદ્યોગોને બચાવવા પ્રયત્ન કરે છે પરંતુ બીજી તરફ ઉદ્યોગો અન્ય દેશના ઉદ્યોગો સાથે હરિફાઈ કરી શકતા ની. સતત પ્રોટેકટ કરવાની નીતિના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સનિક ઉદ્યોગો ટકી શકતા નથી. આ ઉપરાંત સરકાર દ્વારા લેબર ક્ષેત્રમાં લેવાયેલા પગલાની પણ લાંબાગાળે અસર થશે તેવું આર્થિક નિષ્ણાંતનું માનવું છે. જો કે, આગામી ૩૧ માર્ચે પૂરા થઈ રહેલા નાણાકીય વર્ષમાં સરકારે લીધેલા સુધારાની અસર ઓછી જણાશે પરંતુ આગામી વર્ષે યોજનાઓની અમલવારી થકી વિકાસદરની ટકાવારી વધશે તેવી આશા છે.

આ મામલે નીતિ આયોગના વાઈસ ચેરમેન અરવિંદ પાનગરીયાએ ઉમેર્યું હતું કે, ભારતના સનિક ઉદ્યોગોએ આંતરરાષ્ટ્રીય બજારમાં હરિફાઈી ડરવું ન જોઈએ. સરકાર દ્વારા ઝીંકવામાં આવતી ડયૂટીના કારણે વેપાર ઉદ્યોગને અસર થતી હોવાની વાત પણ તેમણે કહી હતી. જો આપણે વિદેશી પ્રતિસ્પર્ધીઓથી ડરીને પગલા લઈ શું તો આગામી સમયમાં વિકાસદર હાંસલ કરવો મુશ્કેલ બનશે તેવું પણ કહ્યું હતું.

ભારતના અર્થતંત્ર માટે બે આંકડાનો વિકાસદર હાંસલ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ અશકય ની તેવું નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયે ભારતીય અર્થતંત્ર ૭ ટકાને આસપાસ વિકાસ કરવા સક્ષમ છે પરંતુ આગામી વર્ષોથી ૮ ટકાથી વધુનો દર હાંસલ કરવામાં ઝડપ રહેશે. સરકાર દ્વારા ઈન્સોલવેન્સી અને બેંક કરપ્સી કોડ, જીએસટી ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર અને કોર્પોરેટ પ્રોફીટ ટેકસ સહિતના લેવાયેલા પગલાના અનુસંધાને આગામી સમયમાં ભારતીય અર્થતંત્રની વિકાસની ગાડી પુરપાટ દોડશે. કોટન, કઠોળ મગફળી સહિતના ઉત્પાદનોનો આવેલા બમ્પર ઉત્પાદન કી ભારતીય અર્થતંત્રમાં વિદેશી મુડી હુંડીયામણ ઠલવાશે. સનિક ક્ષેત્રે પણ ખેડૂતોને ફાયદો થશે. એક રીતે ૭ ટકાની વિકાસ દર નજીક પહોંચેલ ર્અતંત્ર ખેત ઉત્પાદનો કી ૧૦ ટકાના વિકાસદર હાંસલ કરવા સક્ષમ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

  • બેંકોને ‘સજીવન’ થવા ‘મુળીયા’ મજબૂત કરવા નાણામંત્રીની શીખ

બ્રાન્ચ સ્તરેી જ બેંકોની કાર્ય પધ્ધતિમાં જડમુળી ફેરફાર કરવાનું સુચન નાણામંત્રી નિર્મલા સીતારામને કર્યું હતું. તેમણે બેંકો અને ગ્રાહકો વચ્ચે સર્જાયેલી અસમંજસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બેંકો તરફ લોકો દ્વારા એકને એક ફરિયાદ રિપીટ થઈ રહી છે. લોન આપવામાં બેંકો દ્વારા સરળતા દાખવવામાં આવે તેવી સલાહ સીતારામને આપી હતી. તેમણે કહ્યું હતું કે, લોકોને ખ્યાલ હોવો જોઈએ કે તેઓ ક્યાં કારણે લોન લેવાના પાત્ર છે. લોકોને લોન કેમ ની અપાતી તેની વિગતો પણ સરળતાી મળવી જોઈએ.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તમને રેપોરેટ કરતા પણ નીચા દરે ધીરાણ આપવામાં આવે છે. પરંતુ બેંકો દ્વારા વધુને વધુ લોન આપવામાં નિષ્ફળતા મળી હોવાનો મત તેમના ભાષણ દ્વારા વ્યકત થયો હતો. તેમણે બેન્કર્સને સંબોધતા કહ્યું હતું કે, હું તમને ઘણી છુટછાટ આપુ છું, આવી છુટછાટ ગ્રાહકો સુધી પહોંચાડવી જરૂરી છે. બ્રાન્ચ સ્તરી જ બેન્કર્સનું પરર્ફોમન્સ સુધરે તેવુ સુચન સીતારામને આપ્યું હતું. તેમણે શખ્ત શબ્દોમાં કહ્યું કે, બેંકર્સની ગુડવીલ ખોવાઈ ગઈ છે. બેન્કર્સનો પર્સનલ ટચ પણ હવે પહેલા જેવો નથી. એસેસમેન્ટ બોટલ લેવલે પહોંચી ચૂકયું છે. બ્રાન્ચ લેવલનો સ્ટાફ સરકારી યોજનાઓી માહિતગાર પણ ની. પરિણામે સરકારી યોજનાઓની અમલવારી સરળતાી થઈ શકી નથી. તેમણે ઉમેર્યું હતું કે, બેંકોએ ફરીી સજીવન વા મુળીયા મજબૂત કરવા જોઈએ. અગાઉ લોન આપતી વખતે કર્મચારી ઉપર નિર્ભર રહેવું હતું પરંતુ હવે સીબીલ સ્કોરના કારણે કોઈપર પણ નિર્ભર રહેવું પડતું નથી. ગ્રાઉન્ડ સ્તરે જ લોન લેનાર વ્યક્તિએ યોગ્ય રીતે સમજાવવામાં આવશે તો બેંકો અને ગ્રાહકો વચ્ચેનું કનેકશન મજબૂત શે તેવો મત વ્યકત યો હતો.

  • ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવાયો

ડુંગળીના ભાવમાં દર વર્ષે જોવાતા અસંતુલનના કારણે ક્યારેક ગ્રાહક તો ક્યારેક ખેડૂત નુકશાનનો ભોગ બને છે. સરકારને ક્યારેક ડુંગળીના આયાત કરવી પડે છે તો ક્યારેક નિકાસ કરવી પડે છે. ડુંગળીના જથ્થામાં પ્રમાણ જાળવી રાખવા ક્યારેક નિકાસ પર પ્રતિબંધ પણ મુકી દેવો પડે છે. એકંદરે ડુંગળીના ભાવમાં તો ફેરફાર પારખવામાં સરકાર થાપ ખાઈ જાય છે. છેલ્લા છ મહિનાી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકયો હતો. હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. વર્તમાન સમયે ડુંગળીના ભાવ સંતુલીત ઈ ચૂકયા છે. ડુંગળીનું બમ્પર ઉત્પાદન યું છે. ગત વર્ષે દર મહિને ૨૮.૪ લાખ મેટ્રીક ટનનું ઉત્પાદન તું હતું.

આ રીતે વધીને ૪૦ લાખ ટન સુધી પહોંચી ગયું છે. વર્તમાન સમયે લઘુતમ ટેકાના ભાવી નીચેના દરોએ નિકાસ કરવા પર પ્રતિબંધ છે. ગત સપ્ટેમ્બર મહિનામાં સરકારે આ નિર્ણય લીધો હતો. ડુંગળીના ભાવ એકાએક તળીયે જતા અટકાવાયા હતા. ત્યારબાદ ભાવમાં એકાએક ઉછાળો નોંધાતા સરકાર માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આગામી સમયમાં ડુંગળી માટે સરકારના પગલા યોગ્ય ઠરશે તો માર્ચ મહિનામાં ૪૦.૬૮ મેટ્રીક ટન ડુંગળીની આવક થશે. ભાવ ગગડે નહીં તે માટે સરકારે લીધેલા પગલા કેટલા સફળ નિવડશે તેના પર પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે.

  • સીસીઆઇએ ખેડૂતોને વાઇટ ગોલ્ડ નહીં પરંતુ ‘ડાયમંડ’ બ્રાન્ડ આપી

કોટન કોર્પોરેશન ઈન્ડિયા દ્વારા તાજેતરમાં મુંબઈ ખાતે હિરા નામની કપાસની બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કપાસનું ઉત્પાદન વધે અને કપાસમાં તાર સારા મળે તે માટે વિવિધ સંંશોધન કરવામાં આવતા હોય છે. સારી ગુણવતાના કપાસ માટે સંશોધન પરી બ્રાન્ડ બનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુ‚પ રહે તેવી બ્રાન્ડની જાહેરાત તી હોય છે. સીસીઆઈ દ્વારા નવી બ્રાન્ડ હિરાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. કપાસના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો ફાળો મોટો હોવાી કપાસમાં તાં વિવિધ સંશોધનો એકંદરે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.