ઘરે બેઠા બેઠા પોટેયોની ચિપ્સ ખાવા કરતા મેદાનમાં ઉતરો માસ્ટર બ્લાસ્ટર સચિનની યુવાનોને સલાહ છે. ટૂંકમાં સચિન સ્વામી વિવેકાનંદની જેમ યૂથ આઈકોન છે. એટલે કહે છે કે ‘હે યુવાનો, ઘરકૂકડા ન બનો બલ્કે સ્પોર્ટિંગ એકિટવિટી કરો.’ ડ્રોઈંગ ‚મના સોફામાં બેસીને બટેટાની વેફર ખાતા ખાતા ટીવી જોવું કે વોટસ એપ પર દોસ્તો સાથે ચેટિંગ કરવું શું આ છે આજના યુવાનોનો ફેવરીટ ટાઈમ પાસ? ક્રિકેટ ગોડ સચિન તેંડુલકર કહે છે કે આનાથી તો તમે આળસું થઈ જશો. તેના બદલે લીલાછમ્મ ઘાસમાં પસીનો વહાવો ઉલ્લેખનીય છે કે મેદસ્વીતાના મામલે ભારત ત્રીજા નંબરનો દેશ છે. સોની પિકચર્સ નેટવર્કની સ્પોર્ટસ ચેનલનો બ્રાંડ એમ્બેસેડર સચિન તેંડુલકર બની ગયો છે. આ અંગેની એક કોન્ફરન્સ દરમિયાન સચિને ઉપર મુજબ કહ્યું હતુ. સાથોસાથ સચિને કેટલાક સંભારણા પણ વાગોળ્યા હતા. તેણે કહ્યું કે સ્પોર્ટસ એ મારા માટે પ્રોફેશન નથી તે મારા માટે ઓકિસજન છે. યુવાનો પણ ઉઠે અને કાર્યાન્વિત બને. સોનીની સ્પોર્ટસ ચેનલ એસપીએન ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આવતા વર્ષે ખેલાનારી કોમનવેલ્થ ગેમ્સને રીલે કરશે.