ઓર્ગેનિક વસ્ત્રો સ્ટાઇલની સાથે ઇકોફ્રેન્ડલી પણ….!!!
આજકાલ ફેશન જગતમાં ઓર્ગેનિ અને ઇકોફ્રેંડલી અથવા સન્સ્ટેનેબલ ફેશન છવાઈ છે. પર્યાવરણને જોઈને આજકાલ આ પ્રકારના કપડા ફેશન બની ચૂક્યા છે. અને ખાસ વાત તો એ છે કે લોકો પણ આ બાબતે જાગૃત બન્યા છે.
આજના સમયમાં ખડી કે હાથ વણાટનું કોટનનું કાપળ ખુબ લોકપ્રિય બન્યું છે. જેના માટે નવીનતમ પ્રયોગો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓર્ગેનિક ફૂડ તો લોકોના જીવનનો એક મહતવાનો ભાગ પણ બની ગયું છે.
હાથથી વણેલી ખાડીનો ઉપયોગ હવે ફેશન બની ગયી છે. તેમાં રંગો પણ કુદરતી તત્વોમાંથી બનાવવામાં આવે છે. જેના કારણે સ્ત્રીઓ તેને ખૂબ પસંદ કરી રહી છે.
એવું દર્શાઈ રહ્યું છે કે રસાયણિક રંગો અને કેમિકલ ટ્રીટમેંટનું ચલણ ઓછું થયી રહ્યું છે. અને તેનું સ્થાન હાથ વણાટનું કોટન અને ઝાળની ચાલમાંથી બનેલા કપડા વધુ ચલણમાં આવ્યા છે.
સ્વાસ્થ્ય અને પર્યાવરણને જોતાં વર્તમાન સમયમાં આ પ્રકારના ઓર્ગેનિક અને ઇકોફ્રેન્ડલી કપડા વધુ ફેશનેબલ અને પસંદગીના બન્યા છે. હર્બલ તત્વોથી બનેલા આ વસ્ત્રોમાં સળીથી માંડી દરેક આધુનિક ડિઝાઇન જોવા મળે છે.