દોડવાનું કે ટ્રેડમિલ પર ઝડપી વોક કરવાનું એક સેશન પણ લેવામાં આવે તો તેનાથી હાર્ટના ટિશ્યૂસ પર પ્રોટેક્ટિવ અસર થાય છે. ટ્રેડમિલ પર કસરતનું એક સેશન ગંભીરતાપૂર્વક લેવામાં આવે તો હાર્ટના ટિશ્યૂસમાં આવેલા મુળભૂત કોષોનું રિપેરિંગ બૂસ્ટ થવાની શરૂઆત થઈ જાય છે.
અમેરિકાના સંશોધકો કહે છે કે એકવારના ટ્રેડમિલ વર્કઆઉટના સેશનથી હાર્ટના ટિશ્યૂનું ફરી રિશેપિંગ થવાનું શરૂ થવા લાગે છે. અભ્યાસીઓનું કહેવું છે કે જો આ વિષય પર ઊંડું સંશોધન કરીને હાર્ટ અને એક્સર્સાઈઝ વચ્ચેનું વિજ્ઞાન સમજવામાં આવે તો હૃદયની જુની બીમારીઓ પણ દવા વિના ઉકલી શકે છે.