પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓ ૩૬ બેંકોની શૈક્ષણીક લોનની માહિતી મેળવી એપ્લાય કરી શકશે

જો તમે શૈક્ષણીક લોનની શોધમાં હોય તો બેંકોનાં ધકકા ખાવાની કે હેરાન થવાની જરૂર નથી. સરકારે શૈક્ષણીક લોનની જરૂરીયાત અંગે વિદ્યાલક્ષ્મી પોર્ટલ તૈયાર કર્યું છે. જે નાણાકીય વિભાગ, શૈક્ષણીક વિભાગ અને બેંકો દ્વારા બનાવવામાં કરવામાં આવ્યું છે.

તેથી ત્રણ સરળ સ્ટેપમાં વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે લોન મેળવી શકશે વિદ્યાર્થીઓએ ફકત નામ, નંબર, ઈમેઈલ, પાસવર્ડ અને કોડની માહિતી પૂરવાની રહેશે.

ત્યારબાદ તેમણે કોમન એજયુકેશન લોનનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે તેથી વિદ્યાર્થીઓ વિદ્યાલક્ષ્મી સાથે જોડાયેલી ૩૪ બેંકોમાંથી કોઈમાંથી પણ લોન માટે એપ્લાય કરી શકે છે. આ ફોર્મ ઈન્ડીયન બેંક એસો. સાથે જોડાયેલા હોવાને કારણે બેંકોતેને સ્વિકૃતિ આપે છે. આ બેંક, બેંક ઓફ ઈન્ડીયા, કેનારા બેંક, કોર્પોરેશન બેંક, વિદ્યાલક્ષ્મી બેંક, અલ્હાબાદ બેંક, આઈડીબીઆઈ, આઈસીસીઆઈ, ઈન્ડીયન બેંક, ઈન્ડીયન ઓવરસીડ બેંક, કરૂર વસ્યાબેંક, બેંક ઓફ બરોડા અને દેના બેંક સાથે જોડાયેલી છે. લોગ ઈન કર્યા બાદ વિવિધ લોનની ઓફરો જોઈ લેવાની સલાહ આપવામાં આવે છે.જો તે તમારી જરૂરીયાત પ્રમાણે દર્શાય તો તમે તમારી એપ્લીકેશનને લઈ જે તે બેંકમાં જઈ શકો છો અથવા વિદ્યાલક્ષ્મી દ્વારા બેંકમાં એપ્લીકેશન ફોર્મ મોકલી શકો છો. તેથી વિદ્યાર્થીઓ સરળતાથી આ પોર્ટલના માધ્યમથી બેંકો સાથે જોડાઈ શકે છે. જોકે વિદ્યાર્થીઓ લોન માટે આ પોર્ટલનાં માધ્યમથી વધુમાં વધુ ત્રણ બેંકોમાં એપ્લાય કરી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.