- ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
- નૈમિષ હિંડોચાએ રૂપેશ કારીયા પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી મેળવ્યાનો ખુલાસો
શહેરના અમીન માર્ગ પરથી આર્થિક ગુના નિવારણ શાખાએ મોબાઈલ પર ક્રિકેટ સટ્ટાની આઈડી મેળવી સટ્ટો રમતા સટ્ટોડીયાની ધરપકડ કરી છે. આઈપીએલ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલોર વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર રનફેરના સોદાનું પૈસાની હારજીતનો જુગાર રમતા શખ્સની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર આર્થિક ગુન્હા નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ મયુર પાલરીયાને બાતમી મળેલ હતી કે, અમીન માર્ગ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે હેર લાઇમ પાર્લર નજીક એક ઈસમ મોબાઈલ પર સટ્ટો રમી રહ્યો છે. જે બાતમીના આધારે આર્થિક ગુન્હા નિવારણ શાખાએ રેઇડ કરીને બાતમી અનુસારના શખ્સને ઝડપી મોબાઈલ જોતા તે શખ્સ ડાયમંડ એક્સચેન્જ નામની આઈડી પરથી રનફેરનો સટ્ટો રમી રહ્યો હતો. ત્યારે પોલીસે નૈમિષ વિનયકાંત હિંડોચા (ઉવ 42)વાળાની ધરપકડ કરી હતી.