ભારતમાં લોકડાઉન હળવું કરાયા બાદ લોકો ધીમે-ધીમે ઘર બહાર નીકળવા લાગ્યા છે. આટલું જ નહીં છેલ્લા 3 મહિનાથી બંધ રહેલી ઓફિસો, દુકાનો-ધંધા પણ ખુલી ગયા છે. લોકડાઉનમાં ભલે છૂટછાટ આપવામાં આવી હોય પરંતુ કોરોના વાયરસના કેસ પણ સાથે વધી રહ્યા છે એ બાબત કોઈએ ભૂલવી ન જોઈએ. આ એવો સમય છે જેમાં પર્સનલ હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડે તેમ છે.
આ સમય જ્યારે મોટી ઉંમરના લોકો માટે કપરો બન્યો છે ત્યારે નાના બાળકને પણ આ સ્થિતિ વિશે જણાવવું જોઈએ. દેશમાં ક્યારે શાળાઓ ખૂલશે તેનું નક્કી નથી છતાં બાળકોને ઘર બહાર નીકળતી વખતે બાળકોને માસ્ક પહેરવાની આદત પાડવી જોઈએ. કોવિડ 19ની રસી ક્યારે આવશે તેની કોઈને જાણ નથી. ત્યારે બાળકોને પણ વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરે. કોરોના વાયરસના કારણે દરેક ઉંમરની વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કે, નાના બાળકોને મોં પણ માસ્ક બાંધવું ગમતું હોતું નથી.
તમારા બાળકને સત્ય શું છે તે જણાવવું જરૂરી છે. તેનો અર્થ જરાય એ નથી કે બાળકને કોરોનાની તમામ માહિતી આપો કે જેનાથી તેઓ ડરી જાય. પરંતુ તમારા બાળકને જણાવો કે જોઈ ન શકાય તેવા જંતુથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. આ સિવાય જર્મ્સ સામે જીતવા માટે હાથ ધોવા કેટલા જરૂરી છે તે સમજા
જો તમારા બાળકો તમને માસ્ક પહેરતા જોશે તો જ તેમને પહેરવાનું ગમશે. આ સિવાય તમે તમારા બાળકોના ફ્રેન્ડ્સના માતા-પિતાને પણ તેમણે માસ્ક પહેર્યું હોય તેવા ફોટો મોકલવાનું કહો. આમ કરવાથી તેમને પ્રેરણા મળશે અને કમ્ફર્ટેબલ અનુભવશે.
તમે કહો અને બાળક માની જાય એવું ક્યારેય બનતું નથી તેથી તેમને ઘરમાં જ માસ્ક પહેરવાની પ્રેક્ટિસ કરાવો અને થોડો સમય પણ આપો. બાળકોને ડરાવ્યા વગર માસ્ક રૂટિન લાઈફનો જરૂરી ભાગ છે તેવું તેમને સમજાવો બાળક વ્યવસ્થિત રીતે માસ્ક પહેરે તે જરૂરી છે જ આ સિવાય તે તેમના માટે કમ્ફર્ટેબલ પણ હોવું જોઈએ. તે એકદમ ટાઈટ કે ઢીલું ન હોય તે જોવું