- આંખના નંબર અને મોતિયાને કરો હવે કાયમી અલવિદા
- મોતિયા, ઝામર, કિકી, પડદા, રસી, ત્રાસી આંખ, રેટીનોલક્ષી, નાસુર અને વેલનું ચોક્કસ નિદાન ઉપલબ્ધ
ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા. 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ એટલે કે રાજકોટ એઇમ્સ હોસ્પિટલ શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ પાસે સ્થિત છે. 200 એકર જેટલી વિશાળ જગ્યામાં સ્થિત એવી આ એઇમ્સ કુલ 12 સો કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામી છે. ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓની ગુણવત્તાને અનેક ગણી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ઘડી અને તેની અમલવારી કરી સાકાર કરવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્ર-ગુજરાતવાસીઓ માટે આશીર્વાદ સમાન છે. ખાનગી હોસ્પિટલો કરતા પણ ખૂબ સારી સુવિધા માત્ર રૂ. 10 માં મળી રહે છે. એઇમ્સ હોસ્પિટલમાં ઓ.પી.ડી. ની સાથે આઈ.પી.ડી. ની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પલમોનરી વિભાગ, આંખ વિભાગ, ઈ.એન.ટી. , ગાયનેક અને પિડીયાટ્રીક વિભાગ તથા સર્જરી વિભાગ વગેરે મળીને કુલ 15 જેટલા અલગ અલગ વિભાગો કાર્યરત છે. જેમાં દેશના નિષ્ણાત તબીબો સેવાઓ આપી રહ્યા છે. ખૂબ અત્યાધુનિક ટેકનોલોજી સાથે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે.
એઈમ્સ હોસ્પિટલમાં આંખનો વિભાગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આંખના આ વિભાગમાં રાજ્યમાં ક્યાંય જોવા ન મળે તેવી અત્યાધુનિક મશીનરીઓ આવેલી છે. એઈમ્સ હોસ્પિટલનો આંખનો આ વોર્ડ ખાનગી હોસ્પિટલોને પણ ઝાંખી પાડે એવી કામગીરી કરે છે. અધધ લાખોમાં થતાં નીદાનો એઈમ્સમાં વિનામુલ્યે થાય છે. આ વિભાગમાં આંખને લગતા દરેક પ્રકારના નિદાનો કરવામાં આવે છે. આંખનો આ વોર્ડ આધુનિક મશીનરીઓથી સજ્જ છે.
આંખની સારવાર મેળવ્યા બાદ દરેક દર્દી મેળવે છે રાહતનો શ્ર્વાસ: ડો. કેદાર નેમિવંત
ડો. કેદાર નેમિવંત જણાવે છે, કે એઇમ્સ આંખના વિભાગમાં પ્રતિદિન 100 જેટલી ઓ.પી.ડી. નોંધાય છે. દરેક દર્દીના ઓછામાં ઓછા 15 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. મુખ્ય સુવિધાના ભાગરૂપે આંખના આ વિભાગમાં આંખને લગતા દરેક પ્રકારના નિદાન જેમ કે મોતિયાબિન, ઝામર, કિકી, પડદા, રસી, ત્રાસી આંખ, ડાયાબિટીક, રેટીનોલક્ષી, નાસુર અને વેલ વગેરે ઓપરેશનો કરવામાં આવે છે. ખૂબ જ ક્રિટિકલ એવી સર્જરી પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. ખાસ મોતિયાબીનનું ચેકઅપ અને સારવાર આંખના વિભાગમાં કરવામાં આવે છે. આ સિવાય બ્લોકોમાં જેને સરળ ભાષામાં કાળા મોતીયા તરીકે ઓળખવામાં આવે છે. તેનું નિદાન પણ હવે એઈમ્સ રાજકોટમાં શક્ય છે. આ ઉપરાંત રેટિના, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના કારણે થતી આંખને લાગતી બીમારીનું નિદાન પણ કરવામાં આવે છે. મેજર ઓપરેશનમાં ડાયાબિટીસના કારણે આંખમાં થતાં બદલાવો અને રતાંધણાપણું એના માટે પણ આંખના વિભાગમાં ઉત્તમ મશીનરીઓ આવેલી છે. આ સિવાય ઓપરેશન થિયેટર પણ અતિ આધુનિક સુવિધાથી સજ્જ છે, જ્યાં આંખને લાગતા દરેક પ્રકારના ઓપરેશનો કરવામાં આવે છે.
15 થી વધુ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે આંખનું ઉત્તમ અને ચોક્કસ નિદાન, દર્દી સંતુષ્ટ
એઇમ્સ હોસ્પિટલના આંખના આ વોર્ડમાં મુખ્ય સુવિધાના ભાગરૂપે આંખને લગતા દરેક પ્રકારના નિદાન જેમ કે મોતિયાબિન, ઝામર, કિકી, પડદા, રસી, ત્રાસી આંખ, ડાયાબિટીક, રેટીનોલક્ષી, નાસુર અને વેલ વગેરે ઓપરેશનો કરવામાં આવે છે. ખૂબ જ ક્રિટિકલ એવી સર્જરી પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. દરેક દર્દીના ઓછામાં ઓછા 15 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. ખાસ મોતિયાબીનનું ચેકઅપ અને સારવાર આંખના વિભાગમાં કરવામાં આવે છે. આ સિવાય બ્લોકોમાં જેને સરળ ભાષામાં કાળા મોતીયા તરીકે ઓળખવામાં આવે છે. તેનું નિદાન પણ હવે એઈમ્સ રાજકોટમાં શક્ય છે.
હવે, એઈમ્સમાં ભારતીય ચિકિત્સા પધ્ધતિ દ્વારા ઈલાજ શક્ય ગંભીર બીમારીઓનું ઈલાજ-સંશોધન હવે વિજ્ઞાન અને આયુર્વેદના સમન્વય થકી થશે સાકર
ભારત એક એવો દેશ છે કે જે સંતો અને ઋષિમુનિઓની ભૂમિ છે. ઈતિહાસમાં એવા કેટલાય સંતો મહંતો અમર થઈ ચૂક્યા છે જેણે ભારતની ચિકિત્સા પદ્ધતિના અભ્યાસ અને સંશોધનો દ્વારા આયુર્વેદને વિશ્વ સ્તરે ગૌરવવંતી કરી છે. વિશ્વ ચિકિત્સકોને ભારતીય ચિકિત્સા પદ્ધતિને અપનાવવી પડી હોય એવા પણ અસંખ્ય ઉદાહરણો ભૂતકાળમાં જોવા મળે છે. એટલે જ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત એઈમ્સ રાજકોટમાં આયુષ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો ભારતીય ચિકિત્સા પદ્ધતિ કે,જે સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે તેનો લાભ લઈ શકે છે.
ભવિષ્યમાં પંચકર્મ વિભાગ સાથે આઈ.પી.ડી સેવાનો આરંભ થશે: ડો. પૂજા અભાણી
ડો. પૂજા અભાણી જણાવે છે, કે એઇમ્સમાં ઓ.પી.ડી. ની સાથે ભારતીય ચિકિત્સા (આયુર્વેદ) પદ્ધતિના માધ્યમથી સારવાર આપવામાં આવે છે. ભવિષ્યના દિવસોમાં પંચકર્મ વિભાગની સાથે આઈ.પી.ડી. ની સેવા પણ શરૂ કરવામાં આવશે. હાલમાં શરૂ કરવામાં આવેલા આયુષ વિભાગમાં દરેક રોગોની આયુર્વેદ પદ્ધતિ દ્વારા સારવાર-નિદાન કરવામાં આવે છે. સાથે જ દર્દીને તેની બીમારી મુજબ આયુર્વેદ પદ્ધતિ અનુસાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નજીકના દિવસોમાં એઈમ્સ રાજકોટમાં એલોપેથી અને આયુર્વેદ પદ્ધતિના સમન્વય થકી ઉચ્ચ સ્તરે સંશોધનો પણ કરવામાં આવશે. આમ વિજ્ઞાન અને આયુર્વેદનું સમન્વય જોવા મળશે.
એલોપેથી અને આયુર્વેદના સમન્વય થકી ગંભીર બીમારીના ઈલાજમાં પ્રાપ્ત થાય છે ઉત્તમ પરિણામ
આયુષ વિભાગમાં દર્દીઓ ડાયાબિટીસ , ત્વચાના રોગો, હાડકાના રોગો, પેરાલિસિસની સમસ્યા, શ્વાસ સંબંધિત સમસ્યા અને કિડનીને લગતી બીમારીઓ સારવાર લેવા આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક અતિ ગંભીર રોગોના નિદાનમાં એલોપેથી અને આયુર્વેદના સમન્વયથી તબીબોને સારું પરિણામ જોવા મળે છે. આમ ભવિષ્યના દિવસોમાં આયુષ વિભાગ એઈમ્સના અન્ય વિભાગોની જેમ જ પૂર્ણત: શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધીમાં 850 જેટલા દર્દીઓ આયુષ વિભાગમાં લાભ લઈ ચૂક્યા છે.
એઈમ્સનો જનરલ મેડીસીન વિભાગ ઈં.ઙ.ઉ. અને ઈં.ઈ.ઞ. સહિતની સેવાઓથી સજ્જ ઋતુજન્ય રોગચાળાને કારણે વોર્ડમાં વાયરલ ઇન્ફેક્ટેડ દર્દીઓનો ઘસારો
એઈમ્સ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓનો ઘસારો જનરલ મેડિસન વોર્ડમાં જોવા મળે છે. આ વોર્ડમાં પ્રતિદિન 350 થી વધુની ઓપીડી નોંધાય છે. ઇન્ફેક્ટેડ દર્દીઓ ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં ધરખમ વધારો જોવા મળે છે. આવી બીમારીના નિદાનને લક્ષી વોર્ડમાં દરેક અત્યાધુનિક સાધનો મોજૂદ છે.
આઈ.પી.ડી. વોર્ડમાં વેન્ટિલેટર અને એડવાન્સ મોનીટર જેવી અત્યાધુનિક સુવિધા
ઉલ્લેખનીય છે, કે આઈ.પી.ડી. વિભાગમાં વેન્ટિલેટર અને એડવાન્સ મોનીટર જેવા અતિઆધુનિક સાધનોથી સુસજ્જ છે. જનરલ મેડિસીન વિભાગમાં ઈમરજન્સી વિભાગ, એચ.ડી.યુ વિભાગ અને આઇ.સી.યુ. વિભાગ પણ પૂર્ણત: કાર્યરત છે. દર્દીઓની કેટલીક અતિ ગંભીર બીમારીઓના ઈલાજ કરી તબીબોની ટીમે સફળતા મેળવેલી છે. એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં સ્થિત હોવીએ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ છે.
પ્રતિદિન 350 થી વધુ દર્દીઓ મેડિસીન વિભાગમાં સારવાર હેઠળ: ડો.કોમલ કુમાર
ડો. કોમલ કુમાર જણાવે છે, કે મેડિસીન વિભાગમાં પ્રતિદિન 350 થી વધારે ઓ.પી.ડી. નોંધાઈ છે. જેમાં જનરલ મેડિસન સાથે સંબંધિત દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. પ્રતિદિન સવારના 9 થી સાંજના 5 કલાક સુધી ઓ.પી.ડી. સેવા શરૂ રહે છે. ઓ.પી.ડી.ની સાથે 10 બેડની આઈ.પી.ડીની સેવા પણ વિભાગમાં કાર્યરત છે. વેન્ટિલેટર અને એડવાન્સ મોનીટર જેવા અતિઆધુનિક સાધનોથી આ વિભાગ સજ્જ છે. જનરલ મેડિસીન વિભાગમાં ઈમરજન્સી વિભાગ, એચ.ડી.યુ વિભાગ અને આઇ.સી.યુ. વિભાગ પણ પૂર્ણત: કાર્યરત છે. દર્દીઓની કેટલીક અતિ ગંભીર બીમારીઓના ઈલાજ કરી તબીબોની ટીમે સફળતા મેળવેલી છે.