જર્મન પ્રેસિડેન્ટ ફ્રાન્ક વોલ્ટર સ્ટેનમિયર તેમના પત્ની એલ્કે બુડેનબેન્ડેર દિલ્હીના રાજઘાટ પહોંચ્યા છે. અહીં તેમણે ફૂલો દ્વારા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિભવન ગયા હતા. અહીં તેમણે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. વોલ્ટર સ્ટેનમિયરે જણાવ્યું કે, હું ઘણીવાર ભારત આવ્યો છું પરંતુ જર્મનીના પ્રેસિડેન્ટ તરીકે આ મારી પહેલી વિઝિટ છે. હું અહીંયા વારંવાર આવું છું કારણકે ભારતની સિદ્ધિઓ, અહીંના લોકો અને આ દેશ માટે મને ખૂબ જ માન છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,