Georgian Queen 3માનવની ઉત્પત્તિ કઈ રીતે થઈ..?? જંગલી જનાવરની જેમ વગર કપડે રખડતો ભટકતો આદિમાનવ આજનો આધુનિક માણસ કઈ રીતે બની ગયો..?? જેમ બ્રહ્માંડનું રહસ્ય જાણવામાં ખગોળશાસ્ત્રીઓ હરહમેંશ ઉત્સાહિત રહેતા હોય છે તેમ આ વિષય પણ એટલો જ ઉત્તેજના પેદા કરનારો છે. તાજેતરમાં ખૂબ ચર્ચિત રહેલ જ્યોર્જિયાના રાણીના આવશેષોની ઓળખાણ થતા આદિમાનવથી આજના આધુનિક માણસ સુધીની શોધનો નવો માર્ગ પ્રશસ્ત થયો છે. ભારતીય ભેજાએ જ્યોર્જિયાના મહારાણી કેટેવાનના 400 વર્ષ પુરાણા અવશેષોની ઓળખ કરી બતાવી છે. જેનાથી માનવજાતિના ઘણાં વણઉકેલાયેલા કોયડા પરથી રહસ્યો ખુલશે.

જણાવી દઈએ કે, ગત જુલાઈ માસની શરૂઆતમાં ભારતે જ્યોર્જિયાને તેમની મહારાણી કેટેવાનના અવશેષો ભેટ આપ્યા હતા. આ અવશેષો ગોવામાં હતા જેને વિદેશમંત્રી એસ. જયશંકરે જ્યોર્જીયાની મુલાકાતે જઈ પોતાને હાથે જ્યોર્જિયાના રાષ્ટ્રપતિને આપ્યા હતા. આ અવશેષો પરત ભેટ રૂપે ધરવાએ જ્યોર્જિયાના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે અધિકારીઓ જ માટે નહીં પરંતુ સંપૂર્ણ દેશ માટે એક મહત્વપૂર્ણ બાબત સાબિત થઈ છે. 400 વર્ષ પુરાણા અવશેષો આપવા એ તો ઠીક છે પરંતુ તેની ઓળખ કરવા જે ભારતીય ભેજું લગાવવામાં આવ્યું છે તે કમાલની વાત છે. આ માટે હૈદરાબાદની સંસ્થા સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (CCMB)નું અસાધારણ કાર્ય રહ્યું છે.

કેટેવાનના અવશેષો ભારતમાં ગોવામાંથી મળી આવ્યા છે. જેની ઓળખ માટે હૈદરાબાદના સીસીએમબીના વૈજ્ઞાનિકોએ ગોવામાં જ્યાં આ અવશેષો મળી આવ્યા તે સંત ઓગષ્ટિયન કનવેન્ટની અનેકવખત મુલાકાત લઈ શોધખોળ કરી હતી. આ શોધખોળમાં ડીઓક્સી રીબોન્યુક્લિક એસિડ એટલે કે DNA મહત્વનો ભાગ ભજવ્યો છે. વૈજ્ઞાનિકોએ મહારાણી કેટેવાનના માત્ર હાડકાં અને દાંતની મદદથી અવશેષોને ઓળખી કાઢયા છે. જે દર્શાવે છે કે આ રીતે અગાઉ ઘણાં પ્રાચીન રહસ્યો પણ આની મદદથી ઉકેલી શકાય છે.

હૈદરાબાદના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તેઓને સદીઓ જૂના અવશેષો શોધી કાઢવામાં ડીએનએ મહત્વનો ફાળો આપ્યો છે. મહારાણી કેટેવાનના જમણા હાથના હાડકા અને દાંત થકીના ડીએનએ થકી આ રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. સીસીએમબીના વૈજ્ઞાનિકોએ જ્યારે ગોવાના સેન્ટ ઓગસ્ટિનિયન કોન્વેન્ટમાં પ્રવેશ કર્યો ત્યારે, સેંકડો વર્ષો પહેલા શું થયું હશે તે તારણ કાઢવા હાડકાના કોષોમાંથી મિટોકોન્ડ્રીયલ ડીએનએની તુલના કરી. સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક્સના ડાયરેક્ટર કુમારસામી થંગરાજે કહ્યું કે

હાડકાં અને દાંત મજબૂતમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ અને સલ્ફેટ હોય છે આથી તે શરીરના અન્ય અંગોની જેમ વિકૃત થતા નથી. પેટ્રસ હાડકાં (ખોપરીના પાયા પર સ્થિત) અને દાંતનો પલ્પ ખાસ કરીને ડીએનએના સારા સ્રોત છે. ડીએનએને પહેલા અલગ કરવામાં આવે છે અને પછી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ વિશ્લેષણ થકી ખૂબ જ રસપ્રદ વિગતો બહાર આવી છે. ઉદાહરણ તરીકે, હજારો વર્ષો જુના હાડકાના નમૂનાઓ તમને કહી શકે છે કે ત્યારથી અત્યાર સુધીમાં જીનોમમાં કેવી રીતે ફેરફાર થયો છે…?? જાણી શકીએ છીએ કે તે દિવસોમાં તેમને કયા પ્રકારના રોગો થયા હશે; તે સમયે તેઓ કેવા પ્રકારનો ખોરાક ખાતા હશે અને તે કેવી રીતે પ્રાચીન વસ્તી વર્તમાન વસ્તી સાથે સંબંધિત છે..?? આમ, મહારાણી કેટેવાનના આ આવશેષોની ઓળખાણ માત્ર જોર્જિયા અને ભારત વચ્ચેના સંબંધ માટે છે જરૂરી નહીં પરંતુ આદિમાનવથી આજના આધુનિક માણસ સુધીની સફર અંગેની શોધ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

Georgian Queen 1કોણ છે મહારાણી કેટેવાન ? હત્યા બાદ ભારતમાં કેમ મળ્યા અવશેષો ? 

અંદાજે ચારસો-પાંચસો વર્ષ પહેલાની વાત છે. રાણી કેટેવાન જ્યોર્જિયાના રાજવી પરિવારના પુત્રી હતા. મહારાણી બન્યા બાદ  

વર્ષ 1613 માં, પર્શિયાના બાદશાહ, શાહ અબ્બાસ પ્રથમે જ્યોર્જિયન સામ્રાજ્ય પર વિજય મેળવવા માટે સૈન્યનું નેતૃત્વ કર્યું અને રાણી કેટેવાનને કેદ કરી લીધા. એવું કહેવાય છે કે લગભગ એક દાયકા સુધી, રાણી કેટેવાન ઈરાનના શિરાઝમાં કેદી તરીકે રહ્યા. ઇરાનના પર્શિયન સમ્રાટે તેમને ઈશાઈ ધર્મ તરછોડી

ઇસ્લામ સ્વીકારવા કહ્યું પણ તેમણે ના પાડતા જ્યોર્જિયાની રાણી કેટેવાનને ફાંસી આપવામાં આવી. આ અગાઉ તેમની પર જુલમ ગુજારાયો. વર્ષ 1624માં ભારતમાં તેમના અવશેષો લાવવામાં આવ્યા. જ્યારે ભારતમાં પોર્ટુગીઝોનું આગમન થયું હતું. ઓગસ્ટિનિયન ફ્રાઈરોએ રાણીના અવશેષોને ગોવામાં સેન્ટ ઓગસ્ટિન કોન્વેન્ટમાં રાખ્યા અને ભારતની આઝાદી સુધી આ અવશેષો ગોવાના આ કોન્વેન્ટમાં જ રહ્યા પરંતુ 1947માં ભારત આઝાદ થયા બાદ ગોવા પણ ભારત સરકાર હસ્તક આવ્યું અને આ અવશેષોનું સ્થળાંતર અઘરું પડ્યું.

લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે ગોવામાં દફનાવવામાં આવેલા તેમના અવશેષો 1930ના ભૂકંપમાં જ ગાયબ થઈ ગયા હતા. ભારત સરકાર અને જ્યોર્જિયન ઇતિહાસકારો અને જ્યોર્જિયન ચર્ચ દ્વારા દાયકાઓના અથાક પ્રયત્નો પછી, 2005માં અવશેષો મળી આવ્યા હતા. અને તેની ઓળખ સ્પષ્ટ થયા બાદ ગત જુલાઈ માસમાં જ્યોર્જિયાને પરત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.