થાનગઢમાં ભૂસ્તર વિભાગે દરોડા પાડી ૨૦ મેટ્રીક ટન કાર્બોસેલ ખનીજ જથ્થો ભૂસ્તર વિભાગની ટીમે પકડી પાડ્યો હતો. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી સુરેન્દ્રનગરનાં ભૂસ્તરશાસ્ત્રી સુરેન્દ્રનગરની ટીમ દ્વારા મોજે. થાનગઢ ખાતે આકસ્મિક તપાસ કરતા ૬ (છ) ચરખી મશીન અને અંદાજિત ૨૦ મેં.ટન કાર્બોસેલ ખનીજ જથ્થો ગેરકાયદેસર હોઈ જે ઝડપાઇ પામેલ છે. જેની માલિકી સાજણભાઈ કાળુભાઇ અલગોતર રહે.થાન અને જવેરભાઈ પ્રભુભાઈ વાઘેલા રહે.થાનગઢનું હોઈ સ્થાનિકે જણાઈ આવેલ છે. જે અંદાજિત ૬ (છ) લાખનો મુદામાલ નિયમોનુસાર સીઝ કરેલ છે. જેની આગળની કાર્યવાહી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવશે.
Trending
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ