જીયો ગ્રાહકો આનંદો…
અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની ધરાવતુ રિલાયન્સ જીયો પહેલેથી જ તેના ગ્રાહકો માટે અવનવી યોજનાઓથી તેમને આકર્ષતુ રહ્યું છે. જીયો તેના પ્રિપેડ સબસ્ક્રાઈબર્સ માટે રીચાર્જ યોજનાની નવી શ્રેણી લઈને આવ્યું છે. હાલ રિલાયન્સ જીયો ૧૨ રીચાર્જ પેક અને પ્રિપેડ વાઉચરની સુવિધા આપે છે.
જેમાં ૪૨ જીબીથી લઈ ૫૪૭ જીબી મોબાઈલ ડેટા સુધીની હાઈસ્પીડના રિચાર્જ ઓપશન ઉપલબ્ધ છે. આ ઉપરાંત રોજના ૧.૫ જીબી મોબાઈલ ડેટા સાથે જીયો અન્ય લાભ પણ આપે છે. જેમાં જીયો પાસે ૨૮ દિવસથી લઈ ૩૬૫ દિવસની અવધીના રિચાર્જ પેક ઉપલબ્ધ છે.
હાલ જીયો ૧.૫ જીબી પ્રતિ દિવસથી લઈ ૫ જીબી પ્રતિ દિવસ ડેટા વેલીડીટીના ૧૨ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. રિલાયન્સ જીયો ૧.૫ જીબી પ્રતિ દિવસ રિચાર્જ પેકમાં રૂ.૧૪૯, રૂ.૩૪૯, રૂ.૩૯૯, ૪૪૯ અને ૧૬૯૯ એમ પાંચ રિચાર્જ પેક એક કેટેગરીમાં લાવ્યું છે. દરેક રિચાર્જ પર ગ્રાહકોને ૧.૫ જીબી પ્રતિ દિવસ હાઈસ્પીડ ડેટા મળશે.
રિલાયન્સ જીયોના ૨ જીબી પ્રતિ દિવસ રીચાર્જ પેકની કિંમત રૂ.૧૯૮, ૩૯૮, ૪૪૮ અને ૪૯૮ એમ ચાર રિચાર્જ પેકમાં વેંચવામાં આવી છે. જેમાં ૨૮ દિવસથી લઈ ૯૦ દિવસની વેલીડીટી સુધી જીયો હાઈસ્પીડ ડેટાની સુવિધા આપશે. એટલે કે, ૫૬ જીબીથી લઈ ૧૮૨ જીબી સુધીની હાઈસ્પીડ ડેટાનો લાભ જીયો ગ્રાહકો એકસ્ટેન્શન રિચાર્જ દ્વારા મેળવી શકશે.
રિલાયન્સ જીયો ૩ જીબી પ્રતિ દિવસ અને ૪ જીબી પ્રતિ દિવસ ડેટામાં રૂ.૨૯૯, ૫૦૯ અને ૭૯૯ એમ ત્રણ કેટેગરીમાં ૩ જીબી, ૪ જીબી અને ૫ જીબી પ્રતિ દિવસ ડેટા પ્રદાન કરશે.