કયાં વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવાની આવશ્યકતા છે તેનો ખ્યાલ આવશે
મહાપાલિકાની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. શહેરના વિકાસની સાથો સાથ પર્યાવરણનું સંતુલન પણ જળવાય રહે તે મહત્વનું છે. ખરાઅર્થમાં શહેર પ્રાકૃતિક બને તે પણ ખુબ જરૂરી છે. શહેરનાં કયાં વિસ્તારમાં કઈ-કઈ પ્રજાતિના વૃક્ષોની હયાતી છે. તેમજ કયાં વિસ્તારમાં કેટલા પ્રમાણમાં વૃક્ષાછે અને કેટલી પ્રમાણમાં વૃક્ષારોપણની જરૂરીયાત છે તે માટે મહાપાલિકા દ્વારા વૃક્ષોના સર્વે માટે જીયો ટેગીંગ કરવામાં આવશે જેનાથી ખ્યાલ આવશે કે શહેરી વિસ્તારમાં કયાં-કયાં પ્રકારના વૃક્ષોનું અસ્તિત્વ સવિશેષ છે. સાથો સાથ ફલોરા સાથે સંબંધિતોના અસ્તિત્વ માટે કેવા પ્રકારના વૃક્ષારોપણની જરૂરીયાત છે તેવી વિવિધ બાબતોની જાણકારી પણ મળી રહેશે અને ભવિષ્યમાં વૃક્ષારોપણ માટે કેવું આયોજન અને અમલવારી કરી શકાય તે અંગેનો ખ્યાલ આવશે.
શહેરમાં હરિયાળીનું પ્રમાણ વધારવા માટે સિનિયર સીટીજન પાર્ક જેવી સુવિધાઓ ઉભી થાય તે માટે ટીપી પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. શહેરમાં રોડ સાઈડ, પ્લાન્ટેશન, સામાજીક વનીકરણ, નદીકાંઠાના વિસ્તારોમાં ઘનિષ્ઠ વનીકરણ સહિત 60 હજાર વૃક્ષોના વાવેતરનું આયોજન આગામી વર્ષેે કરવામાં આવશે. રાજમાર્ગોની અંદાજે 15 કિમીમાં બ્યુટીફીકેશનની કામગીરી કરવા માટે વૃક્ષો વાવવામાં આવશે.