દેવામાં ડુબેલી અનિલ અંબાણીની આરકોમને ઉગારવા મોટા ભાઈ મુકેશ અંબાણી મેદાને
“લોહી અંતે લોહી છે”
અંતે લોહીના જ સબંધો કામ આવતા હોવાની કહેવત દરેક સ્થળે સત્ય થતી જોવા મળે છે. થોડા સમય પહેલા અંબાણી બંધુઓની કંપનીઓ આરકોમ અને જીઓના એકિકીકરણના સંકેતો બાદ હવે મુકેશ અને અનિલ સબંધોમાં એક ડગલુ આગળ વધ્યા છે. આરકોમના ૧૫૦૦૦ કરોડના દેણાની જવાબદારી જીઓ દ્વારા લેવાઈ હોવાનું માનવામાં આવે છે.
અગાઉ ટેલીકોમ કંપનીઓના બેહાલ થવાના કારણે દેવામાં ડુબેલા અનિલ અંબાણી માટે તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી તારણહાર બન્યા હતા. મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જીઓએ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના સ્પ્રેકટ્રમ, મોબાઈલ ટાવર અને ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક સહિતનો અન્ય મોબાઈલ બીઝનેશ એસેટસ્ટ સોદો કરવાની તૈયારી બતાવી હતી.
એક રીતે બન્ને કંપનીઓના સ્પેકટ્રમ સંયુક્ત છે. નેટવર્ક પણ સરખા છે. ફાયબર ટાવર અને વોઈસ પણ એક સાથે હોવાનું જાણવા મળે છે ત્યારે રિલાયન્સ જીઓના મુકેશ અંબાણીએ આરકોમના રૂ.૧૫૦૦૦ કરોડની જવાબદારી લીધી હોવાનું જાણવા મળે છે. જેનાથી અનિલ અંબાણીનું આર્થિક ભારણ ઓછુ થશે તેવું જાણવા મળે છે.