જીયો ફોનની બુકિંગ સેવા ૨૪ ઓગષ્ટથી થશે શરૂ :
જીયો ફોનની અધિકૃત બુકિંગ સેવા ૨૪ ઓગષ્ટથી શ‚ કરવામાં આવશે. તેમજ દિલ્લીના એનસી.આર હેઠળ ઓફલાઇન રિટેલ સ્ટોરથી તમે લાખો લોકોની પહેલા બુકિંગ કરવાનો મોકો મેળવી શકશો. પરંતુ આ વાત એના પર નિર્ભર કરશે જે તમારી આસપાસઆ હેંડસેટની બુકિંગ કરવા માટેની રીટેલ સ્ટોર હોય તો… જેથી આજે તમને ઓફલાઇન બુકિંગ કઇ રીતે કરવું તેમજ ફોન ખરીદવા માટે ક્યા ડોક્યુમેન્ટની જ‚ર પડશે તથા હેંડસેટ ડિલિવરી ક્યાં સુધી થશે. તેના તમામ સવાલોના જવાબો અહીં તમને જણાવીશું.
જીયો ફોનની બુકિંગમાં જ‚રી છે. આધારકાર્ડ :
– જીયોફોનની બુકિંગ માટે તમારે અધિકૃત જીયો રિટેલર ને આધાર કાર્ડની કોપી આપવી પડશે.
– આધાર કાર્ડ દ્વારા તમે માત્ર ફોનની એક યુનિટની જ બુકિંગ કરી શકો છો.
– આધારનંબરની કોપી આપ્યા બાદ ઘણી જાણકારીઓ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે. ત્યાર બાદ તમને એક ટોકન નંબર આપવામાં આવશે જે ટોકન નંબર ફોન ખરીદતા સમયે કામ આવશે.
જીયો ફોનની કિંમત :
– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી જણાવ્યા મુજબ ૨૧ જુલાઇએ લોન્ચ કરાયેલો જીયો ફોન ફ્રી આપવામાં આવશે પરંતુ સિક્યોરિટીના અનુસાર ફોન ખરીદયા બાદ ૧૫૦૦ ‚પિયાનું ભુગદાન કરવુ પડશે. જે ૩૬ મહિના પછી આ પૈસા પાછા મેળવી શકશે.
જીયોફોનની ડિલિવરી તારીખ :
– જીયો ફોન અત્યારે બુકિંગ કરનારા ગ્રાહકોને હેંડસેટ ૧ થી ૪ સપ્ટેમ્બરની વચ્ચે મળવાપાત્ર રહેશે. પરંતુ બુકિંગની સંખ્યા વધશે તો ડિલિવરી તારીખ પણ ધકેલાશે જેથી અહીં કોઇ ખાસ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ આ યોજના દર અઠવાડિયે ૫૦ લાખ ગ્રાહકોને હેંડસેટ આપવા માટે યોજાઇ રહી છે.